________________
स्थानांगसूत्र
३०१ दर्शनात्, कामासक्तता च मोहसातकर्मोदयादित्यादि । तद्विपर्ययेणाह-वर्णवादिनश्चेति, तत्रार्हतां वर्णवादो यथा-'जितरागद्वेषमोहाः सर्वज्ञास्त्रिदशनाथकृतपूजाः । अत्यन्तसत्यवचनाः शिवगतिगामिनो जयन्ति जिनाः ॥' इति तत्प्रणीतधर्मवर्णवादो यथा 'वस्तुप्रकाशनसूर्योऽतिशयरत्नानां सागरो जयति । सर्वजगज्जीवबन्धुरबन्धुद्विविधोऽपि जिनधर्मः ॥' इति, आचार्यादेर्वर्णवादो यथा 'तेभ्यो नमस्तेभ्यो नमो भावेन पुनरपि तेभ्य एव नमः । अनुपकृतपरहितरता ये ज्ञानं ददति भव्येभ्यः ॥' इति, संघवर्णवादो यथा-'एतस्मिन् पूजिते नास्ति तद्यन्न पूजितं भवति । भुवनेऽपि पूजनीयो न गुणी संघतो यदन्यः ।।' इति, देववर्णवादो यथा 'देवानामहो शीलं विषयविषमोहिता अपि जिनभवने । अप्सरोभिरपि समं हास्यादि ये न વંતિ |’ રૂતિ ઉદ્દા. સંયતનો અધિકાર હોવાથી કહે છે -
ઉપઘાત = અશુદ્ધતા. તે પાંચ પ્રકારે છે. (૧) ઉદ્ગમ ઉપઘાત (૨) ઉત્પાદન ઉપઘાત (૩) એષણા ઉપઘાત (૪) પરિકર્મ ઉપઘાત (પ) પરિહરણ ઉપઘાત.
(૧) ઉદ્ગમ ઉપઘાત :- આધાકદિ સોળ પ્રકારના ઉદ્દગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ ને સ્થાનની અશુદ્ધતા તે ઉદ્દગમ ઉપઘાત.
(૨) ઉત્પાદન ઉપઘાત - પોતાનાથી ઉત્પન્ન થતા ધાત્રી આદિ સોળ ઉત્પાદના દોષ વડે અશુદ્ધતા તે ઉત્પાદન ઉપઘાત.
(૩) એષણા ઉપઘાત :- ગૃહસ્થ અને સાધુ ઉભયથી થતા અંકિતાદિ દોષોથી અશુદ્ધ તે એષણા ઉપઘાત.
(૪) પરિકર્મ ઉપઘાત - વસ્ત્ર, પાત્રાદિના છેદન અને સીવવા વગેરેથી તેનો ઉપઘાત - અશુદ્ધતા તે પરિકર્મ ઉપઘાત. તે આ પ્રમાણે - જે સાધુ ત્રણથી અધિક થીંગડા આપે અને ઊન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ પણ એક પ્રકારના વસ્ત્રને સીવે તે આજ્ઞાભંગાદિ દોષને પામે છે.
(૫) પરિહરણ ઉપઘાત - પરિહરણા = આસેવા. તેથી ઉપધિ વગેરેની અશુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે – એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉપકરણ તે હણાયેલું - અશુદ્ધ થાય છે. એ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જ છે. (આ આચારની વ્યવસ્થા છે.)
વસતિ આદિમાં પણ તે પ્રમાણે વિચારવું. અશુદ્ધતા કહી હવે વિશુદ્ધિ કહે છે. તે પણ પાંચ પ્રકારે છે. ઉગમ, ઉત્પાદન, એષણા, પરિકર્મ, પરિહરણ વિશુદ્ધિ.