________________
स्थानांगसूत्र
२९७
શ્રાવણ બહુલ (ગુજરાતી અષાઢ વદ) પંચમી વગેરેમાં સાધુ રહે છતે પણ ગૃહસ્થો પાસે રહેવાનું ચોક્કસ નહીં કરેલ હોઈ જો કોઈ ગૃહસ્થ પૂછે કે - હે આર્યો ! તમે અહીં રહ્યા છો કે નહી ? ત્યારે હજી કાંઈ ચોક્કસ કરેલું નથી એમ કહે. આવી રીતે અનિશ્ચિત ક્યાં સુધી કહેવું? વીસ દિવસ અથવા પચાશ દિવસ સુધી. પર્યુષણા બાદ ચોક્કસ કરવું. ગૃહસ્થોને યાવત્ કાર્તિક પૂર્ણીમા સુધી રહેવાનું જણાવવું.
અહીં અનભિગૃહીત – અનિશ્ચિતપણું છે. કોઈ પણ અશિવ મરકી વગેરે ઉપદ્રવો વડે નીકળવાનો સંભવ હોવાથી અનિશ્ચિતપણું કહ્યું છે.
જે સંવત્સરોમાં અધિક માસ હોય છે તે સંવત્સરમાં આષાઢી પૂર્ણમાથી વીસ દિવસ સુધી અનભિગૃહિક વસે. અધિક માસ ન હોય ત્યારે પચાસ દિવસ સુધી અચોક્કસ રહે.
વર્ષાઋતુમાં એક ગામથી બીજે ગામ વિહાર કરવા માટે કલ્પ નહીં આ ઉત્સર્ગ માર્ગ છે. ભયાદિ કારણે તો અપવાદ છે. (૧) માનસિક પીડા છતે અથવા ગામ બહાર કોઈ કાઢે છતે (૨) દુર્ભિક્ષા, (૩) પાણીનો મોટો પ્રવાહ આવે છ0 (૪) ભય આવે છ0 (૫) કોઇક દ્વેષી જયારે પરાભવ અથવા તાડન કરે તેમ હોય ત્યારે વર્ષાકાળમાં વિહાર કરે.
વર્ષાકાળમાં આવાસથી રહેવારૂપ વર્ષાવાસ તે જઘન્ય કાર્તિક પૂર્ણીમા સુધી સિત્તેર દિવસ પ્રમાણ, મધ્યમ વૃત્તિથી ચાતુર્માસ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્વત છે. અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે (તેના જણાવ્યા મુજબ) પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા.
(૪) ગીતાર્થ એટલે સૂત્રને અર્થના જાણનાર. સંવિજ્ઞ એટલે ક્રિયાપાત્ર. એવા પુરુષે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને યાદ રાખીને જે અન્ય પુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા. અથવા ગચ્છના ઉપકાર કરનારાઓએ બતાવેલા સમસ્ત અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત પદોને (તેની પાસેથી) વૈયાવૃત્યના કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા.
(૫) દ્રવ્ય (સચિત્ત - અચિત્તાહિ), ક્ષેત્ર (દશ, માગદિ), કાળ (સુભિક્ષ, દુભિક્ષાદિ), ભાવ (રોગી, પુષ્ટ વગેરે), પુરુષ (સહન કરવા સમર્થ છે કે નહીં?), પ્રતિસેવા (આકુટ્ટી, પ્રમાદ, હર્ષ અને કલ્પ) ની અનુવૃત્તિ વડે સંહનન, વૈર્ય વગેરેની હાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત આપવું અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન (છતાં પણ) કારણથી જે પ્રાયશ્ચિતનો વ્યવહાર પ્રવર્તેલ હોય અને બીજા ઘણા (ગીતાર્થ) પુરુષો વડે પરંપરાએ અનુસરાયેલ હોય તે જીત વ્યવહાર છે. ૧૫૩
अकल्प्यानामाचरणे कर्मबन्धसम्भवात्कर्मद्वारतनिरोधद्वाराण्याचष्टे
मिथ्यात्वाविरतिप्रमादकषाययोगा आश्रवद्वाराणि, सम्यक्त्वविरत्यप्रमादाकषायित्वायोगित्वानि संवरद्वाराणि, उपध्युपाश्रयकषाययोगभक्तपानभेदा परिज्ञा ॥१५४॥