________________
स्थानांगसूत्र
२९३
(૧) ગતિ પ્રતિઘાત :- દેવ ગતિ વિગેરેનું પ્રકરણ હોવાથી શુભ દેવ ગતિ વિગેરેનો પ્રતિઘાત,
અર્થાત્ શુભ ગતિ પ્રાપ્તિની યોગ્યતા હોવા છતાં પણ ખરાબ અશુભ કર્મ કરવાથી તેની પ્રાપ્તિ ન થવાથી ગતિ વિષયક પ્રતિઘાત... પ્રવ્રજ્યાના પરિપાલનથી શુભ ગતિની પ્રાપ્તિનાં બદલે કંડરીક મુનિની જેમ નરક ગતિની પ્રાપ્તિ - તે ગતિ પ્રતિઘાત.
(૨) સ્થિતિ પ્રતિઘાત :- શુભ દેવ ગતિ પ્રાયોગ્ય કર્મની સ્થિતિ બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિ પ્રતિઘાત.. અધ્યવસાય વિશેષથી સ્થિતિ પ્રતિઘાત થાય છે. અર્થાત્ દીર્ઘ કાલની સ્થિતિવાળી પ્રકૃતિને અલ્પ સ્થિતિવાળી કરે છે.
(૩) બંધન પ્રતિઘાત :- નામ કર્મની ઉત્તર પ્રકૃત્તિરૂપ બંધનના ઔદારિકાદિ ભેદથી પાંચ પ્રકાર છે, તેના સંબંધથી પ્રશસ્ત બંધનોનો પૂર્વની જેમ જે પ્રતિઘાત તે બંધન પ્રતિઘાત... બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર શરીર, તેના અંગોપાંગ. સંહનન અને સંસ્થાનોનો પણ પ્રતિઘાત કહેવો.
(૪) ભોગ પ્રતિઘાત :- પ્રશસ્ત ગતિ - સ્થિતિ - બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગતિ આદિ સિવાય ન મળનારા ભોગોનો પ્રતિઘાત તે ભોગ પ્રતિઘાત, કારણ કે કારણના અભાવમાં કાર્યનો અભાવ અવશ્ય હોય છે.
(૫) બલ પ્રતિઘાત :- પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બલ ઉપલક્ષણથી વીર્ય, પુરુષકાર અને પરાક્રમનો પ્રતિઘાત થાય છે.
બલ :- શરીર સંબંધી, વીર્ય :- જીવની આત્મિક શક્તિ... પુરુષકાર :- અભિમાન વિશેષ... અથવા પુરુષનું કર્તવ્ય... પરાક્રમ :- સ્વ વિષયભૂત કાર્ય પૂર્ણ થાય તે.. પૂર્ણ કરેલ છે સ્વ વિષયભૂત કાર્યરૂપ પરાક્રમ.. અથવા બલ તથા વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ. ૧૪૯॥
सरागस्य प्रव्रजितस्य परीषहादिसहनमाह
पुरुषस्यास्योदीर्णकर्मत्वं यथाविष्टत्वं स्वस्य तद्भववेदनीयकर्मण उदयमसहमानस्य पापकर्मसम्पत्तिं सहमानस्य निर्जराञ्च विभाव्य छद्मस्थः आक्रोशादि सहेत ॥ १५० ॥
पुरुषस्येति, छाद्यते येन तच्छद्म ज्ञानावरणादिघातिकर्मचतुष्टयम्, तत्र तिष्ठतीति छद्मस्थ: सकषायः, स उदितान् परीषहोपसर्गान् कषायोदयनिरोधपूर्वकं सहेत तथाहि पुरुषो - ऽयमुदितप्रबलमिथ्यात्वादिमोहनीयकर्मा अत एवायमुन्मत्तसदृशः, उदीर्णकर्मत्वादेवासौ मामाक्रोशत्युपहासं करोति निर्भर्त्सयति दुर्वचनैर्बध्नाति रज्ज्वादिना हस्तादि छिनत्ति मारणस्थानं नयति, पात्रकम्बलपादप्रोञ्छनप्रभृतीन्याच्छिनत्ति, तथाऽयं स्याद् यक्षाविष्टोऽत एवाक्रोशादि विधत्ते, तथाऽयं परीषहोपसर्गकारी मिथ्यात्वादिकर्मवशवर्त्ती मम पुनरेतस्मिन्नेव