________________
२९४
अथ स्थानमुक्तासरिका जन्मन्यनुभवनीयस्य तथाविधकर्मण उदयो विद्यते नैष मामाक्रोशति, तथा करोतु नामैष बालिशत्वात्, तथा मम पुनरसहमानस्य सर्वथा पापं कर्म असातादि सम्पद्यते, मम चेदं सहतो निर्जरा क्रियत इति विचिन्त्याधिसहेत, इह प्राय आक्रोशवधाभिधानपरीषहद्वयमुपसर्गविवक्षायां मानुष्यकप्राद्वेषिकादिरूपं मन्तव्यम् ॥१५०॥
સરાગ સંયમી આત્માઓ પરિષહોનું સહન કેવી રીતે કરે છે તે જણાવતા પાંચ સ્થાન કહે છે.
જેના વડે ઢંકાય તે છદ્મ – જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિ કર્મ - તેને વિષે જે રહે છે તે છબી અર્થાત્ કષાય યુક્ત જીવ. આવો કષાય યુક્ત આત્મા કષાયોના ઉદયને નિરોધ કરવા પૂર્વક ઉદયમાં આવેલા પરિષદો અને ઉપસર્ગોને સહન કરે... તે આ પ્રમાણે -
(૧) પુરુષસ્ય ઉદીર્ણ કર્મનં :- આ પુરુષ ઉદયમાં આવેલ પ્રબળ મિથ્યાત્વાદિ મોહનીય કર્મવાળો છે જેથી ઉન્મત્ત ગાંડા જેવો છે, તેથી તે મને આક્રોશ કરે છે. શ્રાપ આપે છે. ઉપહાસ કરે છે. દુર્વચનો વડે તિરસ્કાર કરે છે. દોરડી વગેરેથી બાંધે છે. હાથ વિગેરે છેદે છે. વધ સ્થાનમાં લઈ જાય છે. પાત્રા-કામળી-રજોહરણ વિગેરે છીનવી લે છે. આ પ્રથમ સ્થાન.
(૨) યથાવિષ્ટવં:- આ પુરુષ યથાવિષ્ટ અર્થાત્ દેવના આવેશવાળો છે. તેથી આક્રોશાદિ કરે છે. આ બીજું સ્થાન.
(૩) સ્વસ્ય તદ્ભવ વેદનીય કર્મણ ઉદયમ્ - તથા આ પુરુષ જે પરીષહ તથા ઉપસર્ગ કરનારો છે તે મિથ્યાત્વ વિગેરે કર્મને વશ થયેલ છે, તથા મારા પણ આ ભવમાં વેદવા યોગ્ય તેવા પ્રકારના કર્મનો ઉદય વર્તે છે તેથી આ મારા પ્રતિ આક્રોશ વિગેરે કરે છે. આ તૃતીય સ્થાન
(૪) અસહમાનસ્ય પાપકર્મસમ્પત્તિ :- આ અજ્ઞાની હોવાથી ભલે આક્રોશ કરે, પરંતુ જો હું સહન ન કરું તો પાપ કર્મનો બંધ થશે, અસાતા ઉદયમાં આવશે..
(૫) સહમાનસ્ય નિર્જરા :- અજ્ઞાનીના આક્રોશ વિગેરે સહન કરતાં મને એકાંતે નિર્જરા થશે, આ પ્રમાણે વિચારીને સહન કરે.
અહીં પ્રાયઃ કરીને આક્રોશ તથા વધ નામના બે પરિષહ જાણવા. ઉપસર્ગની વિવક્ષામાં પ્રક્વેષ વિગેરે મનુષ્યની વિવક્ષામાં જાણવા. ll૧૫ના
अथ छद्मस्थप्रसङ्गात् केवलिनं निरूपयतिज्ञानदर्शनचारित्रतपोवीर्याण्यनुत्तराणि केवलिनः ॥१५१॥
ज्ञानेति, सुगमं अनुत्तरत्वञ्च यथास्वं सर्वथाऽऽवरणक्षयात्, तत्र ज्ञानदर्शने, तदावरणक्षयात्, चारित्रतपसी मोहक्षयात्, तपसश्चारित्रभेदत्वात्, तपश्च केवलिनामनुत्तरं शैलेश्यवस्थायां शुक्लध्यानभेदस्वरूपम्, ध्यानस्याभ्यन्तरतपोभेदत्वात्, वीर्यन्तु वीर्यान्तरायक्षयादिति ॥१५१॥