________________
अथ स्थानमुक्तासरिका
શ્રમણ નિગ્રંથ ભગવંતો પાંચ સ્થાનને વિષે સમાન ધર્મવાળા સાંભોગિકને અસાંભોગિક કરતાં અર્થાત્ ભોજન માંડલીમાંથી બહાર કાઢતા જિનાજ્ઞાનું ઉલ્લંધન કરતાં નથી.
(૧) ક્રિયાસ્થાન પ્રતિસેવિતાર :- (૧) અશુભ કર્મના બંધરૂપ સ્થાન. અર્થાત્ અકૃત્યને સેવનારા હોય.
२९०
(૨) પ્રતિસેવ્યાઽપિ અનાલોચનં :- પાપ કાર્યનું સેવન કરીને ગુરુને નિવેદન ન કરનારા. (૩) લબ્ધ પ્રાયશ્ચિત અનારંભણ :- ગુરુને નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત રૂપ તપ કરવાનો આરંભ ન કરનાર.
(૪) પ્રસ્થાપ્યાઽપિ અનિર્વેષ્ટાર ઃ- પ્રાયશ્ચિત રૂપ તપનો આરંભ પણ પૂર્ણ ન કરે.
(૫) સ્થિતિ પ્રકલ્પ્યાન્ય પ્રતિસેવનં :- સ્થવિર કલ્પવાળાઓની માસકલ્પાદિ સ્થિતિ અને વિશુદ્ધ પિંડ વિગેરે પ્રકલ્પ્ય તે સ્થિતિ પ્રકલ્પ્યો, તેને ઉલ્લંઘી - ઉલ્લંઘીને તેથી અન્ય અયોગ્ય કર્તવ્યોને સેવે છે.
આ પાંચ સ્થાનને વિષે સમાન ધર્મવાળા સાંભોગિકને અસાંભોગિક કરતાં અર્થાત્ ભોજન માંડલીમાંથી બહાર કાઢનાર નિથ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
કુલભેદિ વિગેરે પાંચ સ્થાનકને સેવનારને પારાંચિક પ્રાયશ્ચિત્ત આપનાર નિથ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
(૧) કુલભેદી :- જે કુલમાં વસે છે તે કુલમાં - ગચ્છમાં રહેતો છતો તે જ ગચ્છમાં ભેદ પડાવવા માટે પરસ્પર કલહને ઉત્પન્ન કરવા વડે તૈયાર થાય.
ગણભેદિનં :- જે ગણમાં વસે તે ગણમાં ભેદ પડાવવા તૈયાર થાય. તેને
હિંસાપ્રેક્ષિણ :- સાધુ વિગેરેનો વધ કરવા માટે શોધ કરનાર. તેને.
છિદ્ર પ્રેક્ષિણં :- સાધુ વિગેરેને મારવા માટે અથવા તેની નિંદા થાય માટે તેના પ્રમત્તાદિ દોષોને જોનાર - તેને
:
પુનઃ પુનઃ પ્રશ્નપ્રયોક્તાર ઃ- વારંવાર અસંયમના સ્થાનભૂત અંગુષ્ઠ પ્રશ્નાદિ અથવા સાવઘ અનુષ્ઠાનના પ્રયોગો કરે. તેને
દશમા પારાંચિત પ્રાયશ્ચિત રૂપ તે સાધુના વેષ - લિંગ વિગેરેને ખેંચી લેવા રૂપ પારાંચિત કરનાર નિર્ગથ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. I૧૪ના
તથા
गणे आज्ञाधारणयोः सम्यगप्रयोक्त्रोः यथारालिकतया विनयस्य सम्यगप्रयोक्तोः श्रुतपर्यवजातानां यथावसरं सम्यगपाठयित्रोः ग्लानशैक्षवैयावृत्त्यानभ्युपगंत्रोः अनापृछ्यचारिणोराचार्योपाध्याययोः पञ्च विग्रहस्थानानि ॥१४८॥