SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका પાંચ અભિગ્રહ વિશેષ. (૧) અજ્ઞાત ચરક (૨) અન્નગ્લાનક ચરક (૩) મૌન ચરક (૪) સંસૃષ્ટ કલ્પિક (૫) તજ્જાત સંસૃષ્ટ કલ્પિક. (૧) અજ્ઞાત ચરક :- પોતાના સ્વજન સંબંધી ઋદ્ધિને ન જણાવતો - પોતાની દીક્ષાના વૃત્તાંતને ન જણાવતો ભિક્ષા માટે જે ફરે તે અજ્ઞાત ચરક. (૨) અન્નગ્લાનક ચરક ઃ- દોષવાળા અન્નને ભોગવનાર.. આવા પ્રકારનો ભિક્ષા માટે ફરે.. તે અન્નગ્લાનક ચરક. २८८ અન્નગ્લાયક ચરક :- આહાર વિના ખેદ પામનાર. અર્થાત્ ઉત્પન્ન થયેલ વેદનાદિ કરણવાળો. તેવા પ્રકારનો ભિક્ષા માટે ફરે.. અન્યગ્લાયક ચરક ઃ- અન્ય ગ્લાન - બિમાર માટે ભિક્ષા ગ્રહણ કરવા જે ફરે તે અન્યગ્લાયક 2125... (૩) મૌન ચરક :- મૌન વ્રત વડે ભિક્ષા માટે ચરે તે મૌન ચરક. (૪) સંસૃષ્ટ કલ્પિક ઃ- ખરડાયેલા હાથ કે ભાજન વડે અપાતું તે કલ્પવાળું, કલ્પનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહ વિશેષથી જે ગ્રહણ કરે તે સંસૃષ્ટ કલ્પિક. (૫) તજ્જાત સંસૃષ્ટ કલ્પિક ઃ- દેવાની વસ્તુ વડે જ ખરડાયેલ હાથ વિગેરે તેના વડે અપાતો કલ્પનીય આહારાદિ જે ગ્રહણ કરે તે તાત સંસૃષ્ટ કલ્પિક. અન્ય પાંચ સ્થાન :- (૧) ઔપનિષિક. (૨) શુદ્વૈષણિક. (૩) સંખ્યાદત્તિક (૪) દૃષ્ટલાભિક તથા (૫) પૃષ્ટલાભિક.. ઔપનિધિક ઃ- નજીકમાં લઇ જવાય તે ઉપનિધિ... કોઇ રીતે જે નજીકમાં લાવેલો આહાર હોય, તેને ગ્રહણ કરવા માટે જે ફરે તે ઔપનિષિક.. શુદ્વૈષણિક ઃ- શુદ્ધ - અતિચાર રહિત - શંકાદિ દોષોના વર્જનરૂપ એષણા તેને માટે જે ફરે - અર્થાત્ બેંતાલીશ દોષ રહિત આહાર માટે જે ફરે તે શુદ્વૈષણિક... સંખ્યાદત્તિક ઃ- સંખ્યાના પ્રમાણવાળી જ ત્તિ - અર્થાત્ એકવાર આહારાદિ જે ધારાબદ્ધ અપાય તેને જ ગ્રહણ કરનાર તે સંખ્યાદત્તિક - અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય તેટલી ત્તિ... દૃષ્ટલાભિક :- દૃષ્ટિ વડે જોયેલ આહારાદિના લાભ માટે જે ફરે તે દૃષ્ટલાભિક. પૃષ્ટલાભિક :- દાતારે પૂછેલ આહારની પ્રાપ્તિ માટે જે ફરે તે પૃષ્ટલાભિક. -- અન્ય પાંચ સ્થાન :- (૧) આચામ્બિક (૨) નિર્વિકૃતિક (૩) પુરિમર્દિક (૪) પરિમિત પિંડ પાતિક અને (૫) ભિન્ન પિંડપાતિક. આચામ્લિક :- સમય પ્રસિદ્ધ આયંબિલ માટેના આહાર માટે જે ફરે તે આચામ્લિક... નિર્વિકૃતિક ઃ- ઘી વગેરે વિગઇથી રહિત આહાર માટે ફરે તે નિર્વિકૃતિક.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy