________________
स्थानांगसूत्र
२८७
भक्तादिलाभो यस्यास्ति सः । भिन्नस्यैव स्फोटितस्यैव पिण्डस्य सक्तुकादिसम्बन्धिनः पातो लाभो यस्यास्ति सः । अरसं हिंग्वादिभिरसंस्कृतमाहारयतीत्यरसो विगतरसं विरसं पुराणधान्यौदनादि रूक्षं तैलादिवर्जितम् एवम्भूतानि वस्तूनि भगवता सदा वर्णितानि श्लाघितानि कर्त्तव्यतयाऽनुमतानि च ॥१४६॥
તથા– સાધુને નિત્ય કરવા યોગ્ય પાંચ-પાંચ કાર્ય ધર્મ જણાવે છે.
(૧) ક્ષમા-મુક્તિ-મૂદુતા-જુતા તથા લાઘવ.. આ પાંચ ધર્મ... ક્રોધ-લોભ-માન અને માયાના નિગ્રહથી ક્ષમા-મુક્તિ-મૂદુતા અને ઋજુતાની પ્રાપ્તિથી થાય છે.
લાઘવ - ઉપકરણની અલ્પતા તથા ત્રણ ગારવના ત્યાગથી લઘુતા ગુણ પ્રાપ્ત થાય છે. (૨) સત્ય-તપ-સંયમ-ત્યાગ તથા બ્રહ્મચર્યવાસ...
સત્ય - જૂઠનો અભાવ, તેના ચાર પ્રકાર છે. (૧) અવિસંવાદન યોગ - સરલ પ્રવૃત્તિ, (૨) કાયાથી અકુટિલતા, (૩) મનથી અકુટિલતા, (૪) અને વાણીથી અકુટિલતા..
આ ચાર પ્રકારનું સત્ય જિનેશ્વરના મતમાં છે, પરંતુ બીજા મતમાં નથી. તપ - બાર પ્રકારનો તપ. સંયમ :- હિંસા વિગેરેથી નિવૃત્તિ. ત્યાગ :- સંવિજ્ઞ - સાંભોગિક મુનિઓને આહારાદિ આપવા. બ્રહ્મચર્યવાસ :- બ્રહ્મચર્યમાં વાસ કરવો.. મૈથુન વિરમણમાં વાસ કરવો. ક્ષમા વિ. પાંચ તથા સત્ય વિગેરે પાંચ મળી દશ પ્રકારનો સાધુ ધર્મ છે.
બાહ્ય તપ વિશેષ વૃત્તિસંક્ષેપ નામના તપના ભેદો - કહેવાય છે... (૧) ઉત્નિચરક (૨) નિશિત ચરક (૩) આંત ચરક (૪) પ્રાંત ચરક તથા (૫) રૂક્ષ ચરક.
ઉત્સિત ચરક :- પોતાના પ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલું છે, તે જ અન્નાદિ લેવા માટે અભિગ્રહ વિશેષથી ફરે છે, તેના ગવેષણ માટે જાય છે, તે ઉત્સિત ચરક... તેનો ભાવ તે ઉસ્લિપ્ત ચરકત્વ.. આ રીતે બધે જાણવું.
નિશ્ચિમ ચરક - નિષિત એટલે નહીં કાઢેલું. અર્થાત્ રાંધવાના ભાજનમાં જ રહેલ આહારને માટે ફરે તે નિક્ષિપ્ત ચરક.
અંત ચરક - અંત એટલે જમ્યા પછી બચેલું તે વાલ વિગેરે. તેવા પ્રકારના આહારને માટે ફરે તે અંત ચરક.
પ્રાંત ચરક - અત્યંત પ્રાંત - તુચ્છ વાલાદિ આહારને માટે ફરે તે પ્રાંત તેજ પષિત. રૂક્ષ ચરક - રૂક્ષ એટલે ચિકાસ રહિત.. રસ રહિત લૂખા આહારને માટે ફરે તે રૂક્ષ ચરક, આમાં પ્રથમના બે ભાવ અભિગ્રહ છે. બાકીના ત્રણ દ્રવ્ય અભિગ્રહ છે.