________________
२८५
स्थानांगसूत्र
સ્થૂલ આકારને ધારણ નહીં કરનારા શરીરો તો નિયત વર્ણ વિગેરેના વ્યપદેશવાળા નથી, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં અવયવોનો અભાવ હોય છે. /૧૪૪ll
शरीरिविशेषगतान् धर्मविशेषानाहआख्यानविभजनदर्शनतितिक्षणानुचरणेषु प्रथमपश्चिमजिनानां कृच्छ्रवृत्तिः ॥१५॥
आख्यानेती, भरतैरवतेषु चतुर्विंशतेर्य आदिमाः पश्चिमाश्च जिनास्तेषामाख्यानादिक्रियाविशेषेषु विनेयानामृजुजडत्वेन वक्रजडत्वेन च कृच्छ्रवृत्तिर्भवति, तत्र विनेयानां महावचनाटोपप्रबोध्यत्वेन भगवतामायासोत्पत्तेराख्याने कृच्छ्रवृत्तिः । व्याख्यातेऽपि वस्तुतत्त्वस्य विभागेनावस्थापनं दुःशकं भवति, शिष्याणामुपपत्तिभिः प्रतीतावारोपयितुमुत्पन्नं परीषहादिकं तितिक्षयितुमनुष्ठापयितुञ्च दुःशकम्, तेषामृजुवक्रजडमतित्वात् । मध्यमजिनानान्तु सुगमं भवति, तद्विनेयानामृजुप्रज्ञत्वेनाल्पप्रयत्नेनैव बोधनीयत्वात्, विहितानुष्ठाने सुखप्रवर्तनीयत्वाच्च I૧૪૬II.
જીવ વિશેષમાં રહેલા ધર્મ વિશેષોને જણાવે છે. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પાંચ સ્થાનને વિષે કષ્ટ થાય છે. તે આ પ્રમાણે છે.
(૧) ધર્મ તત્વનું આખ્યાન (૨) વિભાગ (૩) તત્ત્વોને બતાવવા (૪) પરિષહ-ઉપસર્ગ સહન કરવા તથા (૫) સંયમનું પાલન.. આચરણ...
(૧) આધ્યાતિ, ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ચોવીશ તીર્થકરોમાંથી પ્રથમ અને અંતિમ તીર્થકરોને પોતાના શિષ્યો અનુક્રમે ઋજુ અને જડ તથા વક્ર અને જડ હોવાથી આખ્યાનાદિ ક્રિયા વિશેષોમાં મુશ્કેલી પડે છે, કારણ કે – શિષ્યોને મહાન વચનમાં આટોપથી સમજાવવા વડે અહંતોને કષ્ટ થવાથી આખ્યાન - કથનમાં કચ્છવૃત્તિ કહી - કષ્ટ જણાવ્યું. (૨) વિભજન :તત્ત્વનું વ્યાખ્યાન કરે છતે વસ્તુતત્વના વિભાગ વડે સ્થાપવું દુઃશક્ય છે.
(૩) દર્શન - યુક્તિઓ પૂર્વક શિષ્યોને પ્રતીતિ થાય તે રીતે તત્ત્વનું આરોપણ કરવા માટે દુષ્કર છે, તથા (૪) ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં સારી રીતે જોડવા માટે દુષ્કર થાય છે. (૫) શિષ્યોને સારી રીતે ચારિત્ર પાલનમાં જોડવા – પણ દુઃશક્ય છે. શિષ્યોની ઋજુ - વક્ર અને જડ મતિ હોવાથી આ પાંચ કાર્ય દુ શક્ય છે.
મધ્યમના બાવીશ તીર્થકરોને તો આ પાંચે કાર્ય સુગમ છે. અનાયાસે થઈ જાય છે.
તેઓના શિષ્યો ઋજુ તથા પ્રાશ હોવાથી અલ્પ પ્રયત્ન વડે જ બોધ પામે છે, તેમજ કહેલા અનુષ્ઠાનમાં સુખ પૂર્વક પ્રવર્તાવવા યોગ્ય બને છે. ll૧૪પા