________________
२८४
अथ स्थानमुक्तासरिका રાગાદિના આશ્રયભૂત આ પાંચને વિષે અથવા આ પાંચની સાથે જીવો સંબંધ કરે છે, રાગને પામે છે, તેના દોષોને નહીં જાણવાથી મોહને પામે છે, પ્રાપ્ત થયેલા કામગુણોના અસંતોષથી અને પ્રાપ્ત નહીં થયેલા બીજા-બીજા કામગુણોની આકાંક્ષા કરે છે. તેની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્ન કરે છે, જેથી સંસાર વધે છે,
જ્ઞ પરિજ્ઞા વડે જેણે આ જાણ્યું છે તે જીવો પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેનો ત્યાગ કરે તો તે પ્રાણીઓના હિત માટે, શુભ માટે અને કલ્યાણ માટે થાય છે. ૧૪૩
शरीरं निरूपयतिनारकादिवैमानिकान्तानां शरीराणि पञ्चवर्णरसान्यौदारिकादीनि च ॥१४४॥
नारकादीति, चतुर्विंशतिदण्डके नारकादिवैमानिकान्तानां वैक्रियशरीराणां पञ्चवर्णत्वं तच्च निश्चयनयात्, व्यवहारतस्त्वेकवर्णप्राचुर्यात् कृष्णादिप्रतिनियतवर्णतैव । कृष्णनीललोहितहारिद्रशुक्लाः पञ्चैव वर्णा अपरेषां सांयोगिकत्वात्, एवं रसा अपि तिक्तकटुकषायाम्लमधुराः पञ्च । एवमौदारिकाहारकतैजसकार्मणशरीराण्यपि । कार्मणातिरिक्तानि सर्वाण्यपि पर्याप्तकत्वेन स्थूलाकारधारीणि यदा भवन्ति तदा तान्यवयवभेदेन पञ्चवर्णरसवन्ति सुरभ्यसुरभिगन्धवन्त्यष्टस्पर्शाणि च, अन्यथा तु न नियतवर्णादिव्यपदेश्यानि, अपर्याप्तत्वेनावयवविभागाभावादिति ॥१४४॥
હવે શરીરનું નિરૂપણ કરે છે.
નારકથી માંડીને વૈમાનિક સુધીના સર્વ દંડકોના શરીર પાંચ વર્ણ અને પાંચ રસવાળા હોય છે, ઔદારિકાદિ શરીર પણ પાંચ વર્ણ અને પાંચ રસ યુક્ત છે.
નારીતિ:- નિશ્ચય નયની અપેક્ષાએ નારકથી પ્રારંભી વૈમાનિક પર્યંતના ચોવીશ દંડકને વિષે વૈક્રિય શરીરનું પંચ વર્ણપણું છે, જયારે વ્યવહારથી તો એક વર્ણના બાહુલ્યથી કૃષ્ણ વિગેરે વર્ણમાંથી ચોક્કસ એક વર્ણપણું જ હોય છે.
કાળા-નીલા-રતા-પીળા તથા ધોળા આ પાંચ જ વર્ણો - રંગ છે. બીજા બધા સંયોગથી બને છે. એ રીતે રસો પણ તીખા-કડવા-કષાયી-ખાટા અને મધુર આ પાંચ પ્રકારના જ છે. .
તથા ઔદારિક-આહારક-તૈજસ અને કાર્પણ આ પાંચ શરીર છે.
કામણ સિવાયના ચાર શરીર પર્યાપ્તપણાએ સ્કૂલ આકારને ધારણ કરનારા જ્યારે હોય છે ત્યારે અવયવ ભેદ વડે તે પાંચ વર્ણ - પાંચ રસવાળા સુરભી – અસુરભી બે ગંધવાળા તથા આઠ સ્પર્શવાળા હોય છે.