________________
स्थानांगसूत्र
२८३
મહાવ્રતોનો સ્વીકાર ન કર્યું છતે જે વ્રતો કહેવાય છે તે અણુવ્રતો અથવા સર્વવિરતિ ધર્મની અપેક્ષાએ અણુ-લઘુ ગુણવાળાના વ્રતો તે અણુવ્રતો.
સ્થૂલ :- બેઇંદ્રિય વિગેરે જીવો... સમસ્ત લૌકિક જીવોને જીવપણાની પ્રસિદ્ધિથી તેઓનું શૂલપણું છે, સ્થૂલ વિષય હોવાથી સ્થૂલ.. તે સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણ - અટકવું તથા પરિસ્થલ-મહાન વસ્તુ વિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ તે સ્થૂલ મૃષાવાદ તેનાથી અટકવું..
પરિસ્થૂલ = મોટી વસ્તુના વિષયરૂપ સ્થૂલ અદત્તાદાન તેનાથી અટકવું. તેમજ ચોરપણાના આરોપણના હેતુ વડે પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાય પૂર્વક પૂલ = મોટી વસ્તુના વિષયરૂપ સ્કૂલ અદત્તાદાનથી અટકવું...
સ્વદારા સંતોષઃ- પોતાની સ્ત્રી સિવાય અન્યત્ર ઇચ્છાથી નિવૃત્તિ... તથા ઇચ્છા-ધનાદિ વિષયના અભિલાષનું પરિમાણ નિયમ તે ઇચ્છા પરિમાણ અર્થાત્ દેશથી પરિગ્રહની વિરતિ. |૧૪૨ાા
दुर्गतिसुगतिसाधनान्याह
शब्दरूपगन्धरसस्पर्शरपरिज्ञातैर्जीवाः सज्यन्ते रज्यन्ते मूर्च्छन्ति गृध्यन्ति अध्युपपद्यन्ते विनिघातमापद्यन्ते परिज्ञाताश्च कल्याणाय ॥१४३॥
शब्देति, शब्दादयो हि कामगुणा अभिलाषसम्पादकाः, स्वरूपतोऽनवगता अप्रत्याख्याता नरकादिभवप्राप्तये भवन्ति, एभिर्जीवा रागाद्याश्रयैः सह सम्बन्धं कुर्वंति, रागं यान्ति तदोषानवलोकनेन मोहं यान्ति प्राप्तस्यासन्तोषेणाप्राप्तस्यापरापरस्याकांक्षां कुर्वति तदर्जनायातिशयेन यतन्ते ततश्च संसारमापद्यन्ते, त एव यदा ज्ञयरिज्ञया परिज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च परिहतास्तदा ते प्राणिनां हिताय शुभाय कल्याणाय च भवन्ति ॥१४३।।
હવે દુર્ગતિ તથા સુગતિના સાધનો કહે છે.
અજ્ઞાનતાથી શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શોનું સ્વરૂપ નહીં જાણવા વડે જીવો તેને વિષે અનુરક્ત થાય છે, રંજિત થાય છે, મૂછિત થાય છે, ગૃદ્ધિ પામે છે, અતિ આસક્ત થાય છે, અને વિનાશને પામે છે.
આ પાંચ ગુણોનું જ્ઞાન જીવોના કલ્યાણ માટે થાય છે.
શબ્દતિ - શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ કામગુણો છે. કામ સંબંધી ઇચ્છા કરાવનારા છે.
આ કામ ગુણોના સ્વરૂપને નહીં જાણેલા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન નહીં કરેલા જીવોને નરકાદિ ભવની પ્રાપ્તિ માટે થાય છે.