________________
२८२
अथ स्थानमुक्तासरिका
પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત - ઇન્દ્રિય - ઉચ્છવાસ અને આયુ વિગેરે પ્રાણોનો અતિપાત તે પ્રાણાતિપાત અર્થાત્ પ્રાણીઓના પ્રાણનો વિયોગ કરવો. પ્રાણનો બ્રશ કરવો તે પ્રાણાતિપાત. તેનાથી અટકવું અર્થાત્ સમ્યગું જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક અટકવું... તે પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત...
(૨) મૃષાવાદ વિરમણ મહાવ્રત:- સદ્ભાવનો નિષેધ - અસદ્ ભાવનું પ્રગટ કરવું - અન્ય અર્થનું કહેવું અને ગહના ભેદથી અને કૃત – કારિતાના ભેદથી અથવા દ્રવ્યથી સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી - ક્ષેત્રથી સર્વ લોકાલોકના વિષયથી - કાળથી ભૂતકાળ વિગેરેથી અથવા રાત્રિ વિગેરેમાં વર્તનારથી ભાવથી કષાય અને નોકષાયાદિના થવાથી મૃષા = જુઠું બોલવું તે મૃષાવાદ... તેનાથી અટકવું તે મૃષાવાદ વિરમણ મહાવ્રત.
(૩) અદત્તાદાન વિરમણ મહાવ્રત- તથા સર્વથા કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી સચેતન - અચેતન દ્રવ્યના વિષયથી
ક્ષેત્રથી :- ગ્રામ-નગર અને અરણ્ય વિગેરેના સંભવથી... કાલથી :- અતીતાદિ અથવા રાત્રિ વિગેરેમાં થવાથી...
ભાવથી - રાગ-દ્વેષ અને મોહ વિગેરે પેદા થવાથી અદત્ત = માલિકે ન આપેલું તેનું જે ગ્રહણ કરવું તે અદત્તાદાન તેનાથી અટકવું તે અદત્તાદાન વિરમણ મહાવ્રત.
(૪) મૈથુન વિરમણ મહાવ્રત- તથા સમસ્ત કૃત-કારિત અને અનુમોદનાના ભેદથી અથવા દ્રવ્યથી દેવસંબંધી – મનુષ્ય સંબંધથી તથા તિર્યંચ સંબંધી ભેદથી, અથવા રૂપ અને રૂપ સહગતના ભેદથી રૂપ એટલે નિર્જીવ પ્રતિમાના આકારો કહેવાય છે... અને રૂ૫ સહગત સજીવ આકારો કહેવાય છે. અથવા ભૂષણ સહિત રૂપ અને ભૂષણ વગરના રૂપ તે રૂપ સહગત આકારો
ક્ષેત્રથી ત્રણે લોકમાં સંભવ હોવાથી. કાલથી - અતીતાદિ ત્રણે કાળ અથવા રાત્રિ વિગેરેમાં થવાથી. ભાવથી - રાગ-દ્વેષ ઉત્પન્ન થવાથી. મૈથુનથી અટકવું તે મૈથુન વિરમણ મહાવ્રત.
(૫) પરિગ્રહ વિરમણ મહાવત :- તથા સમસ્ત કૃત-કારિત અને અનુમોદનાના ભેદથી અથવા દ્રવ્યથી સર્વ દ્રવ્યના વિષયથી. ક્ષેત્રથી - ત્રણે લોક... કાલથી – અતીતાતિ ત્રણે કાળ અથવા રાત્રિ વિગેરેમાં થવાથી ભાવતઃ = રાગ-દ્વેષની ઉત્પત્તિથી...
સમસ્તપણે ગ્રહણ કરવું તે પરિગ્રહ તેનાથી અટકવું તે પરિગ્રહ વિરમણ મહાવ્રત.
અણુવ્રત - નાના એવા જે વ્રતો તે અણુવ્રતો... મહાવ્રતોની અપેક્ષાએ અલ્પપણું અને અલ્પ વિષય હોવાથી પણ અણુ = નાના - લઘુ કહેવાય છે. અથવા અનુ એટલે મહાવ્રતોના કથન બાદ