SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र २७९ ચાર કારણ વડે જીવો તિર્યંચ યોનિપણાને યોગ્ય કર્મ બાંધે છે તે આ પ્રમાણે... (૧) મનની કુટિલતાથી (૨) નિવૃતિથી (૩) જુઠું બોલવાથી તથા (૪) ખોટા તોલ અને માપ કરવાથી. ચાર કારણથી મનુષ્યપણાને યોગ્ય આયુષ્યાદિ બાંધે છે - તે આ પ્રમાણે... (૧) સરલતાથી (૨) વિનીત સ્વભાવથી (૩) દયાળુતાથી તથા (૪) મત્સર રહિતપણાથી. ચાર પ્રકારે જીવ દેવગતિને યોગ્ય આયુષ્યાદિ કર્મ બાંધે છે તે આ પ્રમાણે... (૧) સરાગ સંયમથી (૨) દેશવિરતિપણાથી (૩) બાલતપરૂપ ક્રિયાથી તથા (૪) અકામ નિર્જરાથી. મહાર જોરિ - નૈરયિકપણા માટે અથવા નૈરયિકપણાએ કર્મ - આયુષ્યકાદિ. (૧) મહાઆરંભ - મોટી ઈચ્છાના પરિણામથી મર્યાદારહિત પૃથિવી વિગેરેના ઉપમર્દન સ્વરૂપ મોટો આરંભ છે જેમાં તે મહારંભ... ચક્રવર્તિપણા વિગેરેનો ભાવ તે મહારંભતા. નરકના આયુષ્યબંધનું આ એક કારણ છે. (૨) મહાપરિગ્રહ :- હિરણ્ય-સુવર્ણ-દ્વિપદ-ચતુષ્પદાદિ મહાપરિગ્રહ જેને છે તે મહાપરિગ્રહવાળા. આ બીજું કારણ છે. (૩) પંચેન્દ્રિયવધ :- પંચેન્દ્રિય જીવોનો વધ તે ત્રીજું કારણ છે. (૪) કુણિમં - કુણિમ = માંસ, તે માંસનો જ આહાર છે જેનો તેઓ નરકનું આયુષ્ય બાંધે છે આ ચોથું કારણ. તિર્યંચગતિ યોગ્ય કારણ - (૧) માયિત્વે - માયિત્વ = મનની કુટિલતા. (૨) નિકૃતિમત્વ - નિકૃતિ એટલે બીજાને ઠગવા માટે શરીરની ચેષ્ટાનું અન્યથા કરવું અર્થાત્ કાયા દ્વારા જુદી-જુદી ચેષ્ટા કરવી અથવા અભ્યપચાર કરવો. (૩) અલીકવચન - અપ્રિય વચન બોલવું અથવા અસત્ય વચન બોલવું. (૪) કૂટતુલા-કુટમાન - ખોટા ત્રાજવા તથા ખોટા માપ વડે જે વ્યવહાર તે કૂટતુલા-કુટમાન. આ ચાર કારણ તિર્યંચયોનિના આયુષ્યના કારણરૂપ છે. મનુષ્યગતિ યોગ્ય કારણ : (૧) પ્રકૃતિ ભદ્રકતા - પ્રકૃતિ એટલે સ્વભાવ વડે ભદ્રકતા - સરળતા... બીજાને પરિતાપ ન પહોંચાડવો તે ભદ્રકતા.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy