________________
स्थानांगसूत्र
वा वैनयिकी, किञ्च कार्यभरनिस्तरणसमर्था धर्मार्थकामशास्त्राणां गृहीतसूत्रार्थसारा लोकद्वयफलवती चेयम्, नैमित्तिकसिद्धपुत्रशिष्यादीनामिव । अनाचार्यकं कर्म साचार्यकं शिल्पं कादाचित्कं वा कर्म नित्यव्यापारस्तु शिल्पम् कर्मणो जाता कर्मजा, अपि च कर्माभिनिवेशोपलब्धकर्मपरमार्था कर्माभ्यासविचाराभ्यां विस्तीर्णा प्रशंसाफलवती च हैरण्यककर्षकादीनामिव । परिणामः सुदीर्घकालपूर्वापरार्थावलोकनादिजन्य आत्मधर्मः स प्रयोजनमस्यास्तत्प्रधाना वेति पारिणामिकी, अपि चानुमानकारणमात्रदृष्टान्तैः साध्यसाधिका वयोविपाके च पुष्टीभूताऽभ्युदयमोक्षफला च, अभयकुमारादीनामिव ॥१४०॥
२७७
ઉપસર્ગોને સહન કરવાથી જ્ઞાનાવરણીય વિગેરે કર્મનો ક્ષય થાય છે - તેનાથી પ્રગટ થતા બુદ્ધિના ભેદોને જણાવે છે.
બુદ્ધિના ચાર પ્રકાર છે - (૧) ઔત્પાતિકી (૨) વૈનયિકી (૩) કાર્મિકી તથા (૪) પારિણામિકી. ઉત્પત્તિ જ જેનું પ્રયોજન છે તે ઔત્પાતિકી બુદ્ધિ.
શંકા :- ઔત્પાતિકી બુદ્ધિનું કારણ તો ક્ષયોપશમ છે ને ?
સમાધાન :- વાત સાચી છે, પરંતુ તે અંતરંગ કારણ હોવાથી સર્વ બુદ્ધિનું સાધારણ કારણ છે, તેથી તેની વિવક્ષા અહીં કરેલ નથી, તથા અન્ય શાસ્ત્ર અથવા શિલ્પાદિ કર્મ કે અભ્યાસ વિગેરેની આમાં અપેક્ષા નથી.
તથા બુદ્ધિની ઉત્પત્તિ થયા પહેલાં પોતે નહીં જોયેલ, બીજા પાસેથી નહીં સાંભળેલ અને મન વડે પણ નહીં વિચારેલ અર્થને તે જ ક્ષણે યથાયોગ્ય અર્થ જેના વડે ગ્રહણ કરાય છે તેવી ઉભય અવિરૂદ્ધ, એકાંત ફળવાળી જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ છે.
આ બુદ્ધિ નટપુત્ર રોહક વિગેરેની જેમ જાણવી.
--
વૈનયિકી :- ગુરૂની શુશ્રુષા - સેવા રૂપ વિનય જેમાં કારણ છે અને વિનય પ્રધાન છે જેમાં તે વૈનયિકી બુદ્ધિ. તથા કાર્યના ભારને પાર પમાડવાના સામર્થ્યવાળી... ધર્મ-અર્થ અને કામશાસ્ત્રો સંબંધી સૂત્રાર્થના રહસ્યને ગ્રહણ કરનારી અને ઉભય લોકમાં ફળવાળી વૈનયિકી બુદ્ધિ છે.
આ બુદ્ધિ નૈમિત્તિક સિદ્ધપુત્રના શિષ્યાદિની જેમ જાણવી.
કાર્મિકી :- આચાર્ય સિવાય અન્ય પાસેથી શીખેલું કર્મ, આચાર્ય પાસેથી શીખેલું શિલ્પ અથવા કોઈ પ્રસંગે કરવામાં આવતું કર્મ, અને નિરંતર વ્યાપારરૂપે કરાતું તે શિલ્પ જાણવું.
કર્મ-કાર્યથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કર્મજા. વિવક્ષિત કાર્યમાં મનને જોડવાથી તેના પરમાર્થને જાણનારી, કાર્યના અભ્યાસથી અને વિચારથી વિસ્તાર પામેલી, પ્રશંસારૂપ ફળવાળી કાર્મિકી બુદ્ધિ-કર્મજા બુદ્ધિ છે.