________________
स्थानांगसूत्र
२७५
धान्यं तत्समाना या हि लघुनापि यत्नेन स्वस्वभावं लप्स्यत इति । अपरा तु यद्विकीर्ण गोखुरक्षुण्णतया विक्षिप्तं धान्यं तत्समाना, या हि सहजसमुत्पन्नातिचारकचवरयुक्तत्वात् सामण्यन्तरापेक्षितया कालक्षेपलभ्यस्वस्वभावा सा धान्यविकीर्णसमानोच्यते, इतरा च यत्सङ्कर्षितं क्षेत्रादाकर्षितं धान्यं तत्समाना या हि बहुतरातिचारोपेतत्वाद्बहुतरकालप्राप्तव्यस्वस्वभावा सा धान्यसङ्कर्षितसमानेति ॥१३८॥
પુનઃ દીક્ષાના ચાર પ્રકાર કહે છે...
વપન-પરિવપન - શોધન-પરિશોધનવતી... પ્રવ્રજયાના ચાર પ્રકાર. ધાન્યપંજિત-વિરેલ્લિતવિકીર્ણ-સંકષિત... પ્રવ્રજયાના આ ચાર પ્રકાર છે.
વપનેતિ જેમ એક વાર ધાન્ય વવાય તેવી ભૂમિ તે વપનવતી. બે અથવા ત્રણ વાર ઉખેડીને અન્ય સ્થાનમાં રોપવાથી પરિવપનવતી. અન્ય જાતીય ઘાસ વિગેરેને દૂર કરવા વડે શોધિતા. બે અથવા ત્રણ વાર તૃણાદિના શોધન વડે પરિશોધનવતી. કૃષિ છે તે રીતે પ્રવ્રજયા પણ -
સામાયિકના આરોપણ વડે વપનવતી. નિરતિચાર ચારિત્રવાળાને મહાવ્રતના આરોપણ વડે અથવા સાતિચાર ચારિત્રવાળાને મૂળ પ્રાયશ્ચિત્ત દેવાથી પરિવપનવતી. એકવાર અતિચારના આલોચનથી શોધિતા. તથા વારંવાર અતિચારના આલોચનથી પરિશોધનવતી પ્રવ્રજયા જાણવી.
પુનઃ પ્રવ્રજયાના ચાર પ્રકાર...
ધાન્યપંજિત :- ખળામાં તૂસ વિગેરે કચરો કાઢીને નિર્મળ કરેલ ધાન્યના પુંજ સમાન સમસ્ત અતિચારરૂપ કચરાના અભાવ વડે મેળવેલ સ્વસ્વભાવપણાથી આ પ્રથમ ધાન્યપુંજિત પ્રવ્રજ્યા.
વિરેલ્લિત - વાયુ વડે કચરાને દૂર કરેલ પણ ઢગલો નહીં કરેલ. એવા ધાન્ય સમાન પ્રવ્રજ્યા. જે થોડા પણ પ્રયત્ન વડે સ્વસ્વભાવને પ્રાપ્ત કરશે.
વિકીર્ણ :- બળદની ખુરા વડે ખૂંદાવાથી છૂટા થયેલ ધાન્ય સમાન પ્રવ્રજયા.
જે પ્રવ્રજયા સહજ ઉત્પન્ન થયેલ અતિચારરૂપ કચરાયુક્ત હોવાથી સાપેક્ષિત-અન્ય સામગ્રી વડે કાળના વિલંબથી સ્વસ્વભાવને મેળવવા યોગ્ય થાય છે તે ધાન્યવિકીર્ણ સમાન પ્રવ્રજ્યા કહેવાય છે.
સંકર્ષિત :- ક્ષેત્રથી લાવેલ અને ખળામાં રાખેલ ધાન્યના જેવી જે પ્રવજયા તે સંકર્ષિત પ્રવ્રજ્યા.
આ પ્રવ્રયા ઘણા અતિચાર સહિત હોવાથી ઘણા કાળ વડે પ્રાપ્ત કરવા યોગ્ય સ્વભાવવાળી છે તે ધાન્યસંકર્ષિત સમાન જાણવી. /૧૩૮.