SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका इति । एक आत्मा कथञ्चिदिति प्रथमव्याख्याने च सामान्यविशेषरूपत्वाद्वस्तुनः सामान्यापेक्षया एको विशेषापेक्षयात्वनेक इति, सर्वात्मनां तुल्यं रूपमुपयोगः, सर्वात्मसूपयोगाभावेऽनात्मत्वप्रसङ्गादिति ॥२॥ હવે ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા, સકલ પદાર્થોમાં અવ્યાહત (અખંડિત) વચનથી આપ્તરૂપે પ્રસિદ્ધિ પામેલ, તીર્થકર નામકર્માદિ પરમ પુણ્યના સમૂહરૂપ અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ સમસ્ત સંપત્તિવાળા શ્રી મહાવીર ભગવાન વડે એકત્વાદિ પ્રકારરૂપે સમસ્ત વસ્તુના વિસ્તારને વ્યાપીને કહેવાયેલ આત્માદિ વસ્તુના સમૂહને બતાવવાની ઇચ્છાવાળા એકત્વાદિ પ્રકારને બતાવે છે..... (ઠાણાંગ સૂત્રમાં કઈ કઈ વસ્તુ એક છે, બે, ત્રણ...... યાવત્ ૧૦ વસ્તુ કેટલી છે તે બતાવે છે તેમાં પહેલાં “એક “એક વસ્તુ બતાવતા કહે છે. જીવ કોઈક અપેક્ષાએ (સંગ્રહ નયની અપેક્ષાએ) એક છે. કઈ અપેક્ષાએ? ઉપયોગ લક્ષણની અપેક્ષાએ સર્વ જીવો એક છે. આત્મા શબ્દની વ્યુત્પત્તિ - અતતિ = સતત પ્રાપ્ત કરે યાવત્ જાણે. અત્ ધાતુનો અર્થ સતત ગમન કરવું. જે ગત્યર્થક હોય તે જ્ઞાનાર્થ હોય. માટે જાણે છે એવો અર્થ થાય. જે નિરંતર જાણે તે આત્મા ! સિદ્ધ અવસ્થા કે સંસારી અવસ્થા બંને અવસ્થામાં ઉપયોગ છે જ. હવે જો આત્મામાં “સતત - નિરંતર બોધ' એવું ન માનો તો જીવ, અજીવ થઈ જાય. જ્યારે બોધ (ઉપયોગી છે ત્યારે જીવ. નિરંતર બોધના અભાવમાં અજીવ થાય. અજીવપણાનો પ્રસંગ આવે. વળી જે અજીવ છે તે જીવભાવને પ્રાપ્ત કરતો નથી. અજીવ જીવ બની શકે નહી. હવે જો અજીવ પણ જીવ બને એવું માનો તો આકાશાદિ અજીવ છે તેને પણ જીવત્વનો પ્રસંગ આવશે. આ રીતે તો જીવ “અનાદિ અનંત છે તે પણ સ્વીકારી શકાશે નહી. “અનાદિ અનંત જીવ’ છે એવા સ્વીકારનો અભાવ આવશે. જીવ અનાદિથી છે જે છે તે ઘટી શકશે નહી. અથવા મતતિ જે નિરંતર પૉતાના જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરે તે આત્મા. જો આવો અર્થ કરીએ તો આકાશાદિ પણ પોત પોતાના પર્યાયોને નિરંતર પ્રાપ્ત કરે છે. તેમાં પણ “આત્મા’ શબ્દનો વ્યવહાર થશે. આકાશાદિમાં પણ આત્મત્વનો પ્રસંગ આવશે. ઉત્તર :- એવું નહીં બને. કારણ કે આત્માનું “ઉપયોગ' લક્ષણ છે. ઉપયોગ લક્ષણ એ અસાધારણ ધર્મ છે. “આત્મા' પદની પ્રવૃત્તિનું નિમિત્ત ઉપયોગ લક્ષણ છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy