________________
स्थानांगसूत्र
२३
‘સતત પર્યાયનું ગમન' ‘સતત પર્યાયોની પ્રાપ્તિ' આ તો માત્ર વ્યુત્પત્તિનું નિમિત્ત છે. પણ પ્રવૃત્તિનું નિમિત્ત નથી.
પ્રવૃત્તિનું નિમિત્ત તો ‘ઉપયોગ’ છે. જે બધા આત્મામાં સાધારણ લક્ષણ ઉપયોગ છે.
આથી તે અપેક્ષાએ ‘આત્મા' એક છે.
દ્રવ્યાર્થવાદ્ વા કૃતિ :- દ્રવ્યરૂપે આત્મા એક છે. કથંચિત્ દ્રવ્યાર્થરૂપે આત્મા એક છે અને તેજ આત્માના અસંખ્યાત પ્રદેશ હોવાથી અનેકત્વ બતાવે છે.
દ્રવ્યાર્થવાત્ :- આત્મા અવયવી દ્રવ્ય છે. દ્રવ્યાર્થથી એક પ્રદેશાર્થતા છે તે અવયવ સ્વરૂપ છે. તે અપેક્ષાએ અનેકત્વ છે. આત્મા અસંખ્યાત પ્રદેશરૂપ છે. તેથી તેની અપેક્ષાએ અનેકત્વ છે. પૂર્વપક્ષવાદી શંકા :- આત્મા અવયવી દ્રવ્ય નથી. કારણ કે આગળ કહેવાતા બે વિકલ્પ તેમાં ઘટતા નથી. દા.ત. ગધેડાના શીંગડા.
અવયવી દ્રવ્ય અવયવોથી ભિન્ન છે કે અભિન્ન ? જુદુ છે કે એક છે ? હવે જો વિકલ્પ - ૧ અવયવી દ્રવ્ય અવયવોથી અભિન્ન છે. આવું જો માનો તો
(૧) અવયવો અનેક છે તો અવયવી દ્રવ્ય પણ અનેક થશે.
(૨) અવયવી એક છે તો અવયવો પણ એક થશે.
આમ અવયવીનું અનેકપણું અને અવયવોનું એકપણું થશે.... એકત્વ અને અનેકત્વ વિરૂદ્ધ ધર્મ છે. વિરૂદ્ધ ધર્મ હોય ત્યાં ભેદ હોય.
એટલે હવે વિકલ્પ - ૨ અવયવી દ્રવ્ય અવયવોથી ભિન્ન છે એ જ પક્ષ સિદ્ધ થશે.
હવે જો અવયવોથી અવયવી દ્રવ્ય ભિન્ન છે તેવું માનશો તો પુનઃ બે પ્રશ્ન ઊભા થાય છે.
(૧) અવયવી અવયવોમાં સર્વાત્મના (સર્વથી) રહે છે કે
(૨) અવયવી અવયવોમાં દેશથી રહે છે ?
જો ૧. અવયવી અવયવોમાં સર્વાત્મના (સર્વથી) રહે છે આ પ્રમાણે કહેશો તો અવયવી ઘણા (અનેક) થશે.
૨ જો અવયવી પોતાના અવયવમાં દેશથી રહે છે તો જેટલા દેશથી રહે છે તે સર્વથી રહે છે કે દેશથી ? સર્વથી રહે છે એમ માનશો તો પૂર્વોક્ત દોષ આવશે. અવયવ ઘણા છે તો અવયવી ઘણા થશે અને દેશથી રહે છે એમ માનશો તો જે દેશથી રહે છે તે દેશથી કે સર્વથી ? તે દેશથી કે સર્વથી ? માટે સર્વથી કહો તો પૂર્વોક્ત દોષ છે અને દેશથી કહો તો ફરી પ્રશ્ન.....
અનવસ્થા.