________________
२७२
अथ स्थानमुक्तासरिका (૨) બીજો કારણવશાત્ વચનનું કઠોરપણું વગેરે દેખાડવાથી બહારથી દુષ્ટ છે પણ અંતરથી દુષ્ટ નથી.
(૩) કોઈ અંતરથી તથા બહારથી પણ દુષ્ટ નથી. (૪) કોઈ અંતર અને બહાર બંનેથી દુષ્ટ છે. ll૧૩૫ अथ प्रव्रज्यां निरूपयति
इहपरोभयलोकप्रतिबद्धाप्रतिबद्धस्वरूपा अग्रतः पृष्ठत उभयतः प्रतिबद्धाप्रतिबद्धस्वरूपा नटभटसिंहशृगालखादितारूपा च प्रव्रज्या ॥१३६॥
इहेति, इहलोकप्रतिबद्धा प्रव्रज्या निर्वाहादिमात्रार्थिनाम्, परलोकप्रतिबद्धा जन्मान्तरकामाद्यर्थिनाम्, उभयार्थिनामुभयलोकप्रतिबद्धा, विशिष्टसामायिकवतामप्रतिबद्धा । अग्रतः प्रव्रज्यापर्यायभाविषु शिष्याहारादिषु या प्रतिबद्धा साऽग्रतः प्रतिबद्धा । पृष्ठतः प्रतिबद्धा स्वजनादिषु, द्विधापि काचिदुभयतः प्रतिबद्धा अप्रतिबद्धा तु पूर्ववत् । नटस्येव संवेगविकलधर्मकथाकरणोपाजितभोजनादीनां नटखादितारूपा, तथाविधबलोपदर्शनलब्धभोजनादेर्भटखादितास्वरूपा, शौर्यातिरेकादवज्ञयोपात्तस्य यथारब्धभक्षणेन वा खादिता सिंहखादितारूपा, व्यावृत्त्योपात्तस्यान्यान्यस्थानभक्षणेन वा खादिता श्रृगालखादितारूपेति ॥१३६।।
હવે પ્રવ્રયાનું નિરૂપણ કરે છે...
ચાર-ચાર ભેદ વડે પ્રવજ્યાનું વિધાન છે. (૧) ઈહલોક પ્રતિબદ્ધા (૨) પરલોક પ્રતિબદ્ધા (૩) ઉભયલોક પ્રતિબદ્ધા તથા (૪) અપ્રતિબદ્ધા.
(૧) અગ્રતઃ પ્રતિબદ્ધા (૨) પૃષ્ઠતઃ પ્રતિબદ્ધા (૩) ઉભયતઃ પ્રતિબદ્ધા તથા (૪) અપ્રતિબદ્ધા.
(૧) નટ ખાદિતારૂપા (ર) ભટ ખાદિતારૂપા (૩) સિંહ ખાદિતારૂપા તથા (૪) શૃંગાલ ખાદિતારૂપા.
તિ, (૧) ઈહલોક પ્રતિબદ્ધા - માત્ર ઉદર ભરવા વિગેરેની ઈચ્છાવાળાની જે દીક્ષા તે ઈહલોક પ્રતિબદ્ધા.
ભવાંતર સંબંધી કામભોગની ઈચ્છાવાળાની જે દીક્ષા તે પરલોક પ્રતિબદ્ધા. ઉભયલોકમાં સુખ પ્રાપ્તિની ઈચ્છાવાળાની જે દીક્ષા તે ઉભયેલોક પ્રતિબદ્ધા. વિશિષ્ટ સામાયિકવાળાની જે દીક્ષા તે અપ્રતિબદ્ધા.
(ર) પ્રવ્રજ્યા લેવાથી ભાવિમાં થનારા શિષ્ય અને આહારાદિને વિષે આગળથી પ્રતિબંધવાળી જે દીક્ષા તે અગ્રતઃ પ્રતિબદ્ધા.