________________
२७१
स्थानांगसूत्र
अन्तरिति, एकेऽन्तश्शल्या न बहिश्शल्याः, यस्यान्तो मध्ये शल्यं तत्तथा, यच्छल्यं व्रणस्यान्तरल्पं बहिस्तु बहु तद्वहिरिव बहिरुच्यते तद्विद्यते येषां ते बहिश्शल्याः, यदि पुनः सर्वथैव तत् ततो बहिः स्यात्तदा शल्यतैव न स्यात्, उद्धृतत्वे वा भूतभावितया स्यादपीति, अपरे बहिःशल्या नान्त:-शल्याः, येषामन्तर्बहु बहिरप्युपलभ्यते ते उभयशल्याः, चतुर्थः शून्यः, अन्तर्बहिर्त्यां भिन्नस्य शल्यस्यैवाभावात् । भावापेक्षया गुरुसमक्षमनालोचितत्वेनान्तःशल्यमतिचाररूपं यस्य स तथा बहिःशल्यमालोचिततया यस्य । अन्तर्बहिश्च शल्यमालोचितत्वानालोचितत्वाभ्याम्, चतुर्थः शून्यः । अन्तर्दुष्टः शठतया संवृताकारत्वान्न बहिरित्येकः, अन्यस्तु करणेनोपदर्शितवाक्पारुष्यादित्वाबहिरेवेत्यूह्यमन्यत् ॥१३५॥
પુનઃ પુરૂષના પ્રકારો જણાવે છે... અંતઃ અને બહિની સાથે શલ્ય અને દુષ્ટની ચતુર્ભાગી... મન્તતિ, ચાર પ્રકારના પુરૂષો કહ્યા છે...
(૧) કોઈ વ્રણ અંદરમાં શલ્યવાળા હોય છે.. બહારથી શલ્ય વગરના હોય છે. અર્થાત્ જેના અંદરમાં શલ્ય હોય તે દેખાતું ન હોય તે અંતઃશલ્ય.
(૨) જે શલ્ય ત્રણની અંદર અલ્પ દેખાતું હોય અને બહાર વધારે દેખાતું હોય તે બાહ્ય શલ્ય કહેવાય.
જો વળી સર્વથા ત્રણથી બહાર હોય તો શલ્યપણું જ ન હોય. અથવા શલ્યનો ઉદ્ધાર કર્યો છતે પણ ભૂતકાળનું શલ્ય ભવિષ્યમાં પણ હોય.
(૩) જે વ્રણમાં અંદર ઘણું શલ્ય છે અને બહાર પણ દેખાય છે તે ઉભય શલ્ય. (૪) અંદર અને બહાર શલ્યથી રહિત શલ્યનો અભાવ હોવાથી આ ભાંગો શૂન્ય છે. ભાવની અપેક્ષાએ ચતુર્ભગી :(૧) ગુરૂની સમક્ષ આલોચના ન કરવા વડે અતિચારરૂપ અંતઃશલ્ય છે જેને તે અંતઃશલ્ય. (૨) ગુરૂની સમક્ષ આલોચના કરવા વડે બહાર શલ્ય છે જેને તે બહિઃ શલ્ય.
(૩) આલોચન ન કરવા વડે અંતઃ અને આલોચના કરવા વડે બહાર શલ્ય છે જેને તે અંતઃ બહિ શલ્ય.
(૪) અંતઃ અને બહારથી શલ્ય રહિત. દુષ્ટની ચતુર્ભગી:
(૧) કોઈ શઠપણાથી અંદરથી દુર છે પણ આકારને છુપાવવાથી બહારથી દુષ્ટ નથી. આ એક ભાંગો.