________________
२७०
अथ स्थानमुक्तासरिका એવી રીતે... (૧) કોઈ અતિચાર સ્વરૂપ ભાવવ્રણને કાયા વડે કરે છે પણ તે વ્રણને જ પુનઃ પુનઃ યાદ કરવા વડે સ્પર્શ કરતો નથી.
(૨) બીજો કોઈ તો અતિચારને વારંવાર યાદ કરવા વડે સ્પર્શ કરે છે પણ કાયાથી અભિલાષાને કરતો નથી, કેમકે સંસારનો ભય વિગેરે હોય છે.
(૩) કોઈ ભાવવ્રણને સ્પર્શ પણ કરે છે તથા કાયા વડે પણ કરે છે. (૪) કોઈ ભાવવ્રણને સ્પર્શ પણ કરતા નથી તથા કાયા વડે પણ કરતા નથી. ચાર પ્રકારના પુરૂષો કહેલા છે... (૧) કોઈ વ્રણ કરે છે પણ તેને પાટો વગેરે બાંધવા વડે સંરક્ષણ કરતો નથી. (૨) બીજો તો કરેલા વ્રણનું સંરક્ષણ કરે છે પરંતુ ત્રણને કરતો નથી. (૩) કોઈ વ્રણને કરે છે વ્રણનું સંરક્ષણ પણ કરે છે. (૪) કોઈ વ્રણ પણ કરતા નથી ત્રણનું સંરક્ષણ પણ કરતા નથી.
ભાવઘણને આશ્રયીને તો અતિચાર કરે છે પરંતુ અનુબંધ કરતા તેવા કુશિલાદિનો સંસર્ગ અને તેના નિદાનના પરિહારથી રક્ષણ કરતો નથી. આ એક.
કોઈ પૂર્વે કરેલા અતિચારને નિદાનના પરિહારથી રક્ષણ કરે છે અને નવીન અતિચાર કરતા નથી. આ બે.
કોઈ પૂર્વે કરેલા અતિચારને નિદાનના પરિહારથી રક્ષણ પણ કરતો નથી અને નવીન અતિચાર પણ કરતો નથી. આ ત્રણ.
કોઈ નિદાનના પરિહારથી રક્ષણ કરે છે. અતિચાર પણ કરે છે. આ ચાર. ચાર પ્રકારના પુરૂષો કહેલા છે -
(૧) કોઈ વ્રણને કરે છે પણ ઔષધ વિગેરે વડે વણને રૂઝવતો નથી. (આ રીતે અન્ય ત્રણ ભેદ જાણવા.)
ભાવ વ્રણની અપેક્ષાએ તો પ્રાયશ્ચિત્તને નહીં સ્વીકારવાથી વ્રણ સંરોહી નથી.
બીજો પૂર્વે કરેલ અતિચાર સંબંધી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે ત્રણ સંરોહી અર્થાત્ અતિચારને દૂર કરનાર છે, કારણ કે નો વણકર અર્થાત્ નવીન અતિચારને કરનાર નથી. ||૧૩૪
पुनः पुरुषभेदानाहસતહિ શન્યકુષ્ટવંત રૂપI