________________
२६८
अथ स्थानमुक्तासरिका
તિર્યંચોનો ચાર પ્રકારનો આહાર કહ્યો છે - તે આ પ્રમાણે.... (૧) કંક પક્ષીના આહાર જેવો (૨) બિલના જેવો (૩) પાણ-ચંડાલના માંસ જેવો તથા (૪) પુત્રના માંસ સમાન.
મનુષ્યોનો ચાર પ્રકારનો આહાર કહ્યો છે. (૧) અશન (૨) પાન (૩) ખાદિમ તથા (૪) સ્વાદિમ.
દેવોનો ચાર પ્રકારનો આહાર કહેલો છે. (૧) શુભ વર્ણવાળો (૨) શુભ ગંધવાળો (૩) શુભ રસવાળો અને (૪) શુભ સ્પર્શવાળો.
अङ्गारेति,
(૧) નારકીનો આહાર - અલ્પકાળ બળતરા હોવાથી અંગારા જેવો... ઘણા કાળ પર્યત બળતરા-દાહ થવાથી મુશ્મરના જેવો... શીત વેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અત્યંત શીત વેદનાના ઉત્પાદક હોવાથી હિમ જેવા શીતળ.
ઉપર્યુક્ત ચારેય ક્રમશઃ એક-એકથી અધિક વેદનાવાળા છે.
(૧) તિર્યંચ આહાર - કંક નામનું પક્ષી છે, તેના આહાર સમાન તે કંકોપમ. કંક પક્ષીને સ્વરૂપથી દુર્જર આહાર પણ સુખપૂર્વક ખાવા યોગ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે - અર્થાત્ સુખપૂર્વક પચે છે, એ રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ અને સુખરૂપ પરિણામવાળો હોય છે તે કંકોપમ.
(૨) બીલના જેવો - બિલને વિષે પ્રવેશ કરતું દ્રવ્ય બિલ જ છે, તેની ઉપમા છે જેને વિષે તે બિલોપમ, જેમ બિલમાં રસનો આસ્વાદ પ્રાપ્ત થયા સિવાય જલ્દીથી કિંચિત્ પ્રવેશ થાય છે, એવી રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ કહેવાય છે.
(૩) પાણ માંસ સમાન - ‘પાણ’ = ચાંડાલ, તેનું માંસ, ચાંડાલનું માંસ અસ્પૃશ્ય તથા નિંદનીય હોવાથી દુખપૂર્વક ખાવાયોગ્ય હોય એ રીતે તેઓને દુઃખપૂર્વક ખાવા યોગ્ય આહાર તે પાણોપમ આહાર.
(૪) પુત્રના માંસ સમાન :- પુત્રનું માંસ તો અત્યંત નેહરૂપ હોવાથી અતિશય દુખપૂર્વક ખાવા યોગ્ય હોય, એ રીતે જે આહાર તેઓને અત્યંત દુઃખપૂર્વક ખાવા યોગ્ય હોય તે પુત્રમાંસ તુલ્ય આહાર
ક્રમપૂર્વક આ આહારો શુભ, સમ, અશુભ અને અશુભતર જાણવા. ll૧૩૩ अथ चिकित्साश्रयेणाह
व्रणकर्तृत्वतत्परिमर्शित्वाभ्यां तत्कर्तृत्वतत्संरक्षणाभ्यां तत्कर्तृत्वतत्संरोहित्वाभ्याञ्च चतुर्भङ्गश्चिकित्सकानाम् ॥१३४॥