________________
२६६
अथ स्थानमुक्तासरिका
નતિ, નરકા = નરકાવાસો, નૈરયિકા = નારકના જીવો.
આ બે કૃષ્ણસ્વરૂપ હોવાથી અંધકાર કરે છે. તથા પાપાનિ કમણિ = જ્ઞાનાવરણીય વિગેરે પાપકર્મો તો મિથ્યાત્વ અને અજ્ઞાન સ્વરૂપભાવ અંધકારને કરનારા હોવાથી અંધકાર કરે છે તેમ કહેવાય છે.
અથવા અંધકાર સ્વરૂપ અપોલોકમાં પ્રાણીઓને ઉત્પન્ન કરનારા હોવાથી પાપકર્મોનું અંધકાર કર્તુત્વ જાણવું.
અશુભ પુલો તો અંધકાર ભાવ વડે પરિણામને પામેલા છે. અન્ય અર્થ સ્પષ્ટ છે. II૧૩ml भोगसुखाश्रयेण प्रसर्पकानाह
अनुत्पन्नभोगोत्पादनाय पूर्वोत्पन्नभोगाविप्रयोगायानुत्पन्नसुखोपभोगाय पूर्वोत्पन्नसुखाविप्रयोगाय प्रसर्पकाः ॥१३२॥
अनुत्पन्नेति, प्रकर्षेण सर्पन्ति गच्छन्ति भोगाद्यर्थं देशानुदेशं सञ्चरन्ति, आरम्भपरिग्रहतो वा विस्तारं यान्तीति प्रसर्पकाः, अनुत्पन्नानसम्पन्नान् भोगान् शब्दादीन् तत्कारणद्रविणाङ्ग नादीन् वा सम्पादयितुमनुत्पन्नानां वा भोगानामुत्पादनार्थम् । उक्तञ्च 'धावति रोहणं तरति सागरं भ्राम्यति निरिनिकुञ्जेषु । मारयति बान्धवमपि पुरुषो यो भवेद्धनलुब्धः ॥ अटति बहुं वहति भारं सहते क्षुधां पापमाचरति धृष्टः । कुलशीलजातिप्रत्ययस्थितिञ्च लोभोपद्रुतस्त्यजति ।" इति, पूर्वोत्पन्नानाञ्च भोगानामविप्रयोगाय रक्षणार्थमिति, एवमग्रेऽपि सुखञ्च भोगसम्पाद्यानन्दविशेष इति ॥१३२॥
ભોગ અને સુખને આશ્રયીને પ્રસર્પકના ભેદો કહેવાય છે. ચાર પ્રકારના પ્રસપકો કહેવાય છે. (૧) કોઈ પુરૂષ નહીં ઉત્પન્ન થયેલા ભોગોને મેળવવા માટે દેશાટન કરે છે. (૨) કોઈ પુરૂષ પહેલાં પ્રાપ્ત થયેલ ભોગોનું રક્ષણ કરવા દેશાટન કરે છે. (૩) કોઈ પુરૂષ અનુત્પન્ન સુખોને મેળવવા માટે દેશાટન કરે છે. (૪) કોઈક પૂર્વે મેળવેલ સુખોની રક્ષા માટે દેશાંતરમાં ભ્રમણ કરે છે.
અનુત્પન્નતિ, કોઈ પુરૂષો ભોગાદિકને માટે એક દેશથી બીજા દેશ પ્રતિ વિશેષપણે જાય છે. અથવા આરંભ અને પરિગ્રહથી વિસ્તારને પામે છે તે પ્રસર્પકો.