________________
स्थानांगसूत्र
२६५
હવે પ્રતિવાદી કહેશે - “આકાશની માફક આત્મા અભોક્તા પણ થશે.” આ અભોક્તાપણું તમને પણ ઈષ્ટ નથી. (આ સાંખ્યમત છે, તેઓ આત્માને કર્તા નહીં પણ ભોક્તા માને છે.)
વળી પ્રાણીનું અંગ હોવાથી ભાત વગેરેની જેમ માંસભક્ષણ દોષ રહિત છે. (વાદિ)
વામમાર્ગી મત :- ઓદન વગેરેની માફક પોતાના પુત્ર વગેરેનું માંસભક્ષણ પણ નિર્દોષ થશે. (પ્રતિવાદી) વળી –
વાદિઃ- ઋષભદેવ વિગેરેની જેમ સંગરહિત મુનિઓ વસ્ત્ર-પાત્ર વિગેરેનો સંગ્રહ કરતા નથી. (આ દિગંબર મત છે)
પ્રતિવાદિ:- કમંડલ વિગેરે પણ તેઓ વસ્ત્રાદિની જેમ ગ્રહણ કરતા નથી. તથા વાદિ :- શા માટે તું કાર્ય કરે છે. પ્રતિવાદિઃ- ધનની ઈચ્છાવાળો છું માટે.
અહીં પ્રથમ આહરણ નામનું જ્ઞાત સંપૂર્ણ સાધર્મરૂપ છે. બીજું તર્દશાહરણ - દેશથી સાધર્મરૂપ છે. ત્રીજું તદ્દોષાહરણ - દોષ સહિત છે. ચોથું ઉપન્યાસોપનય પ્રતિવાદીના ઉત્તરરૂપ છે.
આ પ્રમાણે ચાર પ્રકારના જ્ઞાતના સ્વરૂપનો વિભાગ છે. ૧૩૦ના लोकाश्रयेणाह
नरकनैरयिकपापकर्माशुभपुद्गला अधोलोकेन्धकारकारीणः, चन्द्रसूर्यमणिज्योतींषि तिर्यग्लोक उद्योतकारीणि, देवदेवीविमानाभरणान्यूर्ध्वलोके ॥१३१॥
नरकेति, नरका नारकावासाः, नैरयिकाः-नारका एते कृष्णस्वरूपत्वादन्धकारं कुर्वन्ति, पापानि कर्माणि-ज्ञानावरणादीनि मिथ्यात्वाज्ञानलक्षणभावान्धकारकारित्वादन्धकारं कुर्वन्तीत्युच्यन्ते, अथवा अन्धकारस्वरूपेऽधोलोके प्राणिनामुत्पादकत्वेन पापानां कर्मणामन्धकारकर्तृत्वम् । अशुभपुद्गला:-तमिस्रभावेन परिणताः । शेषं स्पष्टम् ॥१३१॥
હવે લોકને આશ્રયીને કહે છે –
અધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે... તે આ પ્રમાણે - (૧) નરકાવાસો (૨) નૈરયિકો (૩) પાપકર્મો તથા (૪) અશુભ પુદ્ગલો.
તિચ્છલોકમાં ચાર વસ્તુ ઉદ્યોત કરે છે... તે આ પ્રમાણે – (૧) ચંદ્રો (૨) સૂર્યો (૩) મણિ અને (૪) અગ્નિ.
ઊર્ધ્વલોકમાં ચાર વસ્તુ ઉદ્યોત કરે છે. તે આ પ્રમાણે – (૧) દેવો (૨) દેવીઓ (૩) વિમાનો તથા (૪) આભરણો.