________________
२६४
अथ स्थानमुक्तासरिका
દા.ત. જેમકે પાપ દુઃખને માટે થાય છે, બ્રહ્મદત્ત ચક્રીની જેમ. આ દષ્ટાંતને આહરણ જ્ઞાત કહેવાય.
(૨) આહરણ તદ્દેશ જ્ઞાત - દષ્ટાંતના એક દેશથી દાષ્ટાંતિક અર્થનો ઉપનય કરાય છે. તે તદેશનું ઉદાહરણ સમજવું.
દા.ત. આનું મુખ ચંદ્રમાં જેવું છે. અહીં ચંદ્રની સૌમ્યતા સ્વરૂપ એક દેશ વડે મુખનો ઉપનય કરાયો છે. પરંતુ નેત્ર તથા નાસિકાનું રહિતપણું તથા કલંકાદિરૂપ અનિષ્ટ વડે નહીં.
| (૩) આહરણ તદ્દોષ જ્ઞાત :- જે દષ્ટાંત “સાધ્ય વિકલ' આદિ દોષોથી દુષ્ટ હોય તો તે દિષ્ટાંતને તદ્દોષ ઉદાહરણ કહેવાય.
દા.ત. શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી – જેમકે ઘટ. અહીં આ દષ્ટાંત સાધ્ય-સાધન વિકલતા દોષથી યુક્ત છે. (ઘટ મનુષ્ય બનાવે છે તે નિત્ય નથી, અને રૂપ વગેરેથી યુક્ત છે તેથી અમૂર્ત પણ નથી.)
વળી જે અસભ્ય વગેરે વચનરૂપ છે તે પણ તદોષ આહરણ છે. જેમકે - “હું સર્વથા અસત્યનો પરિહાર કરું છું, ગુરૂના મસ્તકને કાપવાની માફક.” અથવા સાધ્યની સિદ્ધિને કરતો થકો પણ અન્ય દોષને લાવે છે તે પણ તદોષ આહરણ.. જેમકે – લૌકિક મુનિઓ સત્ય ધર્મને ઈચ્છે છે પણ.
- “સો કુવાથી એક વાવડી સારી, સો વાવડીથી એક યજ્ઞ શ્રેષ્ઠ, સો યજ્ઞથી એક પુત્ર શ્રેષ્ઠ અને સો પુત્રથી એક સત્ય શ્રેષ્ઠ.” આ પ્રમાણે નારદની જેમ બોલે છે.
આવા વચનોથી શ્રોતાને પ્રાયઃ સંસારના કારણભૂત પુત્ર, યજ્ઞ વિગેરેને વિષે ધર્મની પ્રતીતિ બતાવેલી છે, તેથી આહરણ તદોષતા છે.
વળી જેમ કોઈ બુદ્ધિમાન પુરૂષ કહે કે – “સન્નિવેશ રચના વિશેષ યુક્ત આ જગત ઘટની જેમ કોઈ બુદ્ધિશાળીએ બનાવેલું છે. અને તે કર્તા ઈશ્વર છે.'
ઉક્ત વાક્ય વડે તે વિવલિત ઈશ્વર બુદ્ધિમાન કુંભારતુલ્ય અનિશ્વર પુરૂષ વિશેષ સિદ્ધ થાય છે.
(૪) ઉપન્યાસ ઉપનય :- વાદિએ પોતાને ઈચ્છિત અર્થને સિદ્ધ કરવા માટે જે દૃષ્ટાંતનો ઉપન્યાસ કરેલ હોય તેના ખંડન માટે પ્રતિવાદિ દ્વારા જે વિરૂદ્ધ અર્થનો ઉપનય કરાય છે અથવા પર્યનુયોગ ઉપન્યાસમાં જે ઉત્તરરૂપ ઉપનય તે ઉપન્યાસ ઉપનય.
ઉત્તરરૂપ ઉપપત્તિમાત્ર હોવા છતાં તે પણ દષ્ટાંતનો ભેદ છે, કારણ કે તે તેનો-દષ્ટાંતનો હેતુ છે. દા.ત. “આત્મા અકર્તા છે, કારણ કે અમૂર્ત છે, જેમકે આકાશ.’ આમ વાદીએ ઉપન્યાસ કર્યો.