________________
स्थानांगसूत्र
२६३
દષ્ટાંતથી પ્રાણીઓને કહેલા અર્થની પ્રતીતિ થાય છે માટે તેના ભેદો કહે છે.
દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે – (૧) આહરણરૂપ (૨) આહરણ તદેશ (૩) આહરણ તદ્દોષ તથા (૪) ઉપન્યાસ ઉપનય.
(૧) માદતિ , જે હોતે છતે દષ્ટાંતિક અર્થ જણાય છે તે જ્ઞાત-દષ્ટાંત, અહીં અધિકરણમાં જે પ્રત્યય લાગવાથી “જ્ઞાત’ શબ્દ બન્યો છે. સાધમ્ય અને વૈધચ્ચેના ભેદથી તે બે પ્રકારે છે.
(૧) સાધર્મ દષ્ટાંત :- ન્યાયશાસ્ત્ર પ્રમાણે “સાધન હોતે છતે સાધ્યનો અવશ્ય સદ્ભાવ” હોય, દા.ત. અહીં અગ્નિ છે – ધૂમાડો હોવાથી. જેમકે મહાનસ = રસોડું.
() વૈધર્મ દષ્ટાંત ઃ- “સાધ્યના અભાવમાં સાધનનો અવશ્ય અભાવ. દા.ત. જયાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન હોય. જેમકે તળાવ. આ વૈધર્મ દષ્ટાંત. બીજું દષ્ટાંત. (અગ્નિ સાધ્ય – ધૂમાડો સાધન).
(૨) આખ્યાનક - આખ્યાનક = કથાનકરૂપ દષ્ટાંત... તે ચરિત્ર અને કલ્પિતના ભેદથી બે પ્રકારે છે.
(૧) ચરિત્ર:- નિયાણું દુઃખને માટે છે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ.
(૨) કલ્પિત - પ્રમાદી આત્માઓને યૌવન વિગેરે અનિત્ય છે એમ બતાવવું. કલ્પના દ્વારા કોઈ સત્ય સમજાવવું.
દા.ત. ધોળા પાંદડાએ કિસલય. કોમળ પત્રોને કહ્યું - તે આ પ્રમાણે.
હમણાં તમે જેવા કોમળ છો તેવા જ અમે પણ હતા... હમણાં અમે સૂકાઈ ગયા છીએ, તેવા તમે પણ ભવિષ્યમાં થશો.” (મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીઆ...) માટે ગર્વ ન કરો.
પડતા-પાકી ગયેલા પાંદડાઓ ઉપર પ્રમાણે કિશલયને બોધ આપે છે. અથવા
(૩) ઉપમાન:- ઉપમાન માત્ર દૃષ્ટાંત - આના હાથ કોમળ પત્ર-કમળના જેવા સુકુમાર છે. ઈત્યાદિવતું. (કમળ ઉપમાન છે. હાથ ઉપમેય છે.) અથવા
(૪) ઉત્પત્તિ :- જ્ઞાત = ઉત્પત્તિ માત્ર દષ્ટાંતનો હેતુ હોય છે. જ્ઞાતના હેતુરૂપ જે હોય તે. કોઈ ચોખા-૫૦ ખરીદનારને પૂછે - “શા શાટે યવ ખરીદો છો ?' ખરીદનાર જવાબ આપે... મફત નથી મળતાં માટે ખરીદીએ છીએ. ઈત્યાદિની જેમ. આ પ્રમાણે સાધ્યને જણાવવા રૂપ દષ્ટાંત ઉપાધિના ભેદથી ચાર પ્રકારે છે. તે બતાવે છે. પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાનના ચાર ભેદ કહ્યા છે – તેનું વિવરણ.
(૧) આહરણ :- અપ્રતીત અર્થને જેના વડે પ્રતીતિમાં લઈ જવાય તે આહરણ. જેમાં સામુદાયિક જ દાષ્ટાંતિક અર્થ લેવાય છે.