________________
स्थानांगसूत्र
२६१
ચાર ઇન્દ્રિ સ્પષ્ટ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ શબ્દ-ગંધ-રસ અને રસઇન્દ્રિયોથી સૃષ્ટ
જાણવા.
ચાર કારણે જીવ અને પુદ્ગલ અલોકમાં જવા સમર્થ નથી.
પૃથિવીતિ, બાદર વાયુકાય તથા પાંચેય સૂક્ષ્મજીવોના એક અથવા અનેક શરીરો પણ અદશ્ય છે તેમ જાણવું, આથી મૂળમાં વાયુનું વર્જન છે. અહીં ‘વનસ્પતિ’ શબ્દ વડે સાધારણનું જ ગ્રહણ કરવું. કારણ કે પ્રત્યેક વનસ્પતિકાયનું એક શરીર પણ દૃશ્ય છે.
7 સુહૃદયમ્, ચક્ષુથી પૃથ્વી વિગેરેનું પ્રત્યક્ષ દેશ્ય નથી, અનુમાન વિગેરેથી જાણી શકાય છે. શદ્ધેતિ, શ્રોત્રાદિ ઇંદ્રિયો સાથે સંબંધ પામેલા વિષયો આત્માથી જણાય છે, કારણ કે આંખ અને મન સિવાય શ્રોત્રેન્દ્રિય વિગેરેનો પ્રાપ્ત થયેલ વિષયનો બોધ કરવાનો સ્વભાવ છે.
કહ્યું છે કે, શ્રોત્રેન્દ્રિય સ્પર્શ માત્રથી શબ્દને સાંભળે છે, સ્પર્શ વિના ચક્ષુરિન્દ્રિય રૂપને જુવે છે. તથા વિશેષ રીતે સ્પર્શાયેલ ગંધ, રસ અને સ્પર્શને પ્રાણેન્દ્રિય વિગેરે ગ્રહણ કરે છે - જાણે છે.
જીવપુદ્ગલા :- જીવ અને પુદ્ગલો (ગતિ અભાવ) ધર્માસ્તિકાય આદિનો ગતિનો અભાવ આદિ કારણો હોવાથી તેઓ અલોકમાં ગમન કરવા માટે સમર્થ નથી. લોકાન્તથી આગળ ગતિ લક્ષણ સ્વભાવનો અભાવ છે, જેમ દીપકની શિખા નીચે ન જાય તેમ તેઓ જઈ શકતા નથી.
(૨) નિરૂપગ્રહત્વ :- ગતિમાં સહાય કરનારા ધર્માસ્તિકાયના અભાવના કારણે તેનાથી થતી ગતિ સહાયનો અભાવ હોવાથી ગાડી વિગેરેથી રહિત પાંગળાની જેમ ગમન થતું નથી.
(૩) ક્ષત્વ :- રેતીની મૂઠીની જેમ, લોકાંતને વિષે પુદ્ગલો રૂક્ષપણા વડે પરિણમન પામે છે જેથી ત્યાંથી અલોકમાં જવા માટે સમર્થ નથી, કર્મપુદ્ગલો પણ રૂક્ષભાવ થયે છતે જીવો અને પુદ્ગલો પણ અલોકમાં ગમન કરી શકતા નથી.
(૪) લોકાનુભાવ :- સિદ્ધ ભગવંતો પણ નિરૂપગ્રહતા અર્થાત્ ધર્માસ્તિકાયની ગતિસહાયના અભાવે આગળ-અલોકમાં જઈ શકતા નથી.
લોકમર્યાદાના કારણે પોતાના વિષય ક્ષેત્રથી બીજે સ્થળે સૂર્ય મંડળની જેમ જીવોની ગતિ અલોકમાં સંભવતી નથી. ૧૨૯।
अथ दृष्टान्ततः प्राय उक्तार्थानां प्रतीतेस्तद्भेदानाह
आहरणतद्देशतद्दोषोपन्यासभेदं ज्ञातम् ॥१३०॥
आहरणेति, ज्ञायतेऽस्मिन् सति दाष्टन्तिकोऽर्थ इत्यधिकरणे क्तप्रत्यये ज्ञातं दृष्टान्तः स द्विविधः साधर्म्यवैधर्म्यभेदात्, साधनसद्भावे साध्यस्यावश्यम्भावो यथाऽग्निरत्र धूमाद्यथा