________________
२५४
अथ स्थानमुक्तासरिका
તથાપરિજ્ઞાત કર્મ - તથા પરિજ્ઞાત સંજ્ઞા..
પરિજ્ઞાત કર્મ તથા પરિજ્ઞાત ગૃહવાસ... તથા ઈહાર્થ અને પરાર્થની ચતુર્ભગી. (પરિજ્ઞાત કર્મ તથા પરિજ્ઞાત સંજ્ઞાની ચતુર્ભગી.)
(૧) કોઈ પરિજ્ઞાત કર્યા હોય છે પરિજ્ઞાત સંજ્ઞાવાળા નથી હોતા. આ એક ભાગો.
પરિજ્ઞાત કર્મ :- પાપ કર્મને જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે કૃષિ વિગેરે પાપકર્મનો ત્યાગ કરે તે પરિજ્ઞાત કર્યા.
પરિજ્ઞાત સંજ્ઞા :- સદ્ભાવનાથી ભાવિત... આહારાદિ ચાર સંજ્ઞા જાણનાર સદ્ભાવનાથી ભાવિત.
(૧) અભાવિત અવસ્થાવાળો પ્રવ્રજિત સાધુ અથવા શ્રાવક તે પરિજ્ઞાતક - અપરિજ્ઞાત સંજ્ઞાવાળા જાણવો. કૃષિ વિગેરે પાપકર્મથી નિવૃત્ત છે, પચ્ચખાણ કર્યું છે પણ સદ્ભાવનાથી ભાવિત નથી આહારાદિ સંજ્ઞાવાળો છે. (આ પ્રથમ ભાંગો)
(૨) પરિજ્ઞાત સંજ્ઞા - ન પરિજ્ઞાત કર્મ - જેમકે શ્રાવક... સદ્ભાવના વડે ભાવિત હોવાથી આહાર સંજ્ઞા વિગેરેથી રહિત પણ કૃષિ વિગેરે કર્મથી નિવૃત્ત નહીં થયેલ શ્રાવક.
(૩) પરિજ્ઞાત કર્મ. પરિજ્ઞાત સંજ્ઞ:- દા.ત. સાધુ. (૪) અપરિજ્ઞાત કર્મ. અપરિજ્ઞાત સંજ્ઞ - દા.ત. અસંયત આત્મા. પરિજ્ઞાત કર્મા તથા પરિજ્ઞાત ગૃહવાસની ચતુર્ભગી :(૧) પરિજ્ઞાત ગૃહવાસ = ગૃહવાસના ત્યાગી.
(૨) પરિજ્ઞાત કર્યા - અપરિજ્ઞાત ગૃહવાસ :- સાવધકાર્ય કરવું – કરાવવું તથા અનુમોદવું. તેનાથી નિવૃત્ત અથવા કૃષિ કાર્યથી નિવૃત્ત પણ ગૃહવાસનો ત્યાગ નથી કરેલ તે અપ્રવ્રજિત... (આ પ્રથમ ભાંગો.)
(૨) પરિજ્ઞાત ગૃહવાસ ન પરિજ્ઞાત કર્યા - ગૃહવાસને છોડેલ છે પણ આરંભને ત્યજ્યો નથી તે દા.ત. દુષ્મદ્રજિત - દુષ્ટ સાધુ. (આ બીજો ભાંગો.)
(૩) પરિજ્ઞાત ગૃહવાસ - પરિજ્ઞાત કર્યા :- ઘરવાસનો પણ ત્યાગ - આરંભનો પણ ત્યાગ. દા.ત. સુસાધુ.
(૪) અપરિજ્ઞાત ગૃહવાસ - અપરિજ્ઞાત કર્યા - ઘરવાસનો પણ ત્યાગ નહીં - આરંભનો પણ ત્યાગ નહીં. દા.ત. અસંયત.