________________
२५२
अथ स्थानमुक्तासरिका આત્માને ભરે... પોષણ કરે તે આત્મસ્મૃરિ... બીજાનું પોષણ કરે તે પરમ્ભરિ... આના પરસ્પર ચાર ભાંગા થશે.
(૧) આત્મસ્મરિન પરમ્ભરિ - કોઈ પુરૂષ પોતાનું પોષણ કરનારા હોય છે, બીજાનું નહીં દા.ત. પોતાના જ કાર્ય કરનાર એવા જિનકલ્પી મહાત્મા..
(૨) પરમ્ભરિ ન આત્મસ્મરિ - બીજાનું પોષણ કરનારા હોય છે... પણ પોતાનું નહીં... દા.ત. અરિહંત ભગવંત.
પરાર્થકારી અરિહંત ભગવંત પોતાના સમગ્ર કાર્યની સમાપ્તિ થઈ ગઈ હોવાથી બીજાને મુખ્ય પ્રયોજન અર્થાત્ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવવા દક્ષતા-પ્રવીણતા બતાવતા હોય છે.
(૩) આત્મભરિ-પરમ્ભરિ :- સ્વ તથા પરનું કાર્ય કરનારા... વિકલ્પી મહાત્માઓ... કારણ કે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનથી પોતાનું કાર્ય કરનારા હોય છે... અને વિધિપૂર્વક સિદ્ધાંતની દેશનાથી પરાર્થ સંપાદક છે.
(૪) ન આત્મસ્મરિ ન પરમ્ભરિ - સ્વ તથા પરનું કાર્ય નહીં કરનારા. દા.ત. કોઈક મુઢમતિ અથવા સ્વચ્છંદાચારી.
સ્વ-પરનો ઉપકાર ન કરનાર દરિદ્રી જ હોય છે તેથી તેને આશ્રયીને કહે છે. દુર્ગત-સુગતની ચતુર્ભગી :દુર્ગત = ગરીબ (દ્રવ્યથી) ભાવથી દુર્ગત = જ્ઞાનાદિથી દરિદ્ર. સુરત = ધનવાન (દ્રવ્યથી) ભાવથી સુગત = જ્ઞાનાદિ ગુણવાન. (૧) પહેલાં દરિદ્ર... પછી પણ દુર્ગત = દરિદ્ર. ધનથી પણ દરિદ્ર... જ્ઞાનાદિ ભાવથી પણ દરિદ્ર-હીન. (૨) પહેલા દુર્ગત-દરિદ્ર... પછી સુગત. (૩) પહેલાં સુગત.. પછી દુર્ગત. (૪) પહેલાં સુગત... પછી પણ સુગત. કોઈ દુર્ગત વતી પણ હોય છે. તેથી તે જણાવે છે. દુર્ગત = દરિદ્ર... દુર્વત = અયથાર્થ વ્રતવાળો. સુવ્રત = નિરતિચાર નિયમવાળો. (૧) કોઈ દરિદ્ર હોવા સાથે દુર્વત - અસમ્યગુવ્રતવાળો હોય. (૨) કોઈ દરિદ્ર હોવા સાથે સુવ્રત - નિરતિચાર નિયમવાળો હોય.