________________
२५०
अथ स्थानमुक्तासरिका
- અરિહંત ભગવંતના જ પ્રવચનના અર્થ વિષે દુષ્ટપણે રહેલ સાધુને દુઃખ શવ્યાઓ હોય છે તેથી તેને આશ્રયીને ચાર સ્થાન કહે છે.
(૧) નિર્ઝન્ય પ્રવચનમાં શંકા - આકાંક્ષા - વિચિકિત્સા આદિ વડે તેના ઉપર શ્રદ્ધા ન કરનાર સાધુને. (૨) અન્ય દ્વારા લાભ પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળા સાધુને. (૩) દિવ્ય-માનુષ્ય કામભોગોની આકાંક્ષાવાળા સાધુને. (૪) ગૃહસ્થવાસના શરીર ચોળવું-મર્દન કરવું વિગેરેની અભિલાષાવાળા સાધુને દુઃખ શવ્યા હોય છે. દુઃખ આપનારી શય્યા તે દુઃખ શવ્યા. દ્રવ્ય દુઃખશધ્યા - અયોગ્ય ખવા વિગેરે શવ્યા.
ભાવ દુઃખશપ્યા - દુષ્ટ ચિત્તવૃત્તિ વડે દુષ્ટ શ્રમણપણાના સ્વભાવવાળી (૧) પ્રવચન અશ્રદ્ધારૂપ (૨) પરલાભ પ્રાર્થનારૂપ (૩) કામાશંસનરૂપ તથા (૪) સ્નાનાદિ પ્રાર્થના રૂપ દુઃખ શવ્યા છે.
(૧) શંકા :- કોઈ ભારે કર્મી આત્મા અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ શાસનને વિષે તેના એકાદ ભાવને વિષે પણ શંકાયુક્ત હોય.
કાંક્ષા - જૈનશાસન સિવાય અન્ય મત પણ સારો છે એવી બુદ્ધિવાળો. વિચિકિત્સા - ફલ પ્રતિ શંકાવાળો.
ભેદ સમાપન્ન :- બુદ્ધિ વડે દ્વિધા ભાવને પામેલો અર્થાત્ જિનશાસનમાં કહેલું આ બધું આ પ્રમાણે જ છે કે બીજી રીતે?
કલુષ સમાપન્ન - જિનશાસનમાં કહેલ “આ આ પ્રમાણે નથી જ' એવી રીતે વિપરીત બુદ્ધિવાળો આત્મા “આ એમ છે' એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરતો નથી. અતિશય અભિલાષા વડે પરમાત્માના કથનના સેવન માટે સન્મુખ થતો નથી. તેનું મન અસમંજસ બને છે. જેથી ધર્મથી ભ્રશ થાય છે અથવા તો સંસારને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે સાધુ શયામાં દુઃખપૂર્વક રહે છે. આ પહેલી દુઃખ શવ્યા.
(૨) જે સાધુ પોતાના લાભથી અર્થાત્ ભિક્ષામાં મળેલા આહાર-પાણીથી સંતોષ પામતો નથી પરંતુ બીજા પાસેથી અન્નાદિ કે રત્નાદિની પ્રાપ્તિની આશા કરે છે. તે નિશે મને આપશે - અને તે આપશે તો જ ખાઈશ, અને બીજાથી પ્રાપ્ત થયે છતે અધિકતરની ઈચ્છા કરે છે.
તેથી આવા પ્રકારની ચંચલ અવસ્થાથી ધર્મથી ભ્રશ થાય કે સંસારને પ્રાપ્ત કરે છે. આ બીજી દુ:ખ શવ્યા.
(૩) દૈવી અને માનવીય કામ ભોગોની ઈચ્છા કરનારનું મન ચંચલ થાય છે તેથી તે ત્રીજી દુઃખ આપ્યા.