________________
૨૪૮
-
अथ स्थानमुक्तासरिका (૩) સ્થાણુ-સ્તંભ સમાન :- જે શ્રાવકો ગીતાર્થ ભગવંતોની દેશના વડે પોતે કદાગ્રહી હોવાથી બોધ પામતા નથી તેવા નહીં ઝૂકવાના સ્વભાવવાળા શ્રાવકો સ્તંભ સમાન છે.
(૪) ખરકંટક સમાન :- જે શ્રાવકો સમજાવવા છતાં માત્ર પોતાના કદાગ્રહથી ચલિત થતા નથી એટલું જ નહીં પરંતુ સમજાવનારને દુર્વચનરૂપ કંટક વડે વીંધે છે તેઓ ખરકંટક સમાન છે.
ખર એટલે નિષ્ફર કાંટા છે જેને વિષે તે ખર કંટક - જેમકે બાવળ વગેરેની ડાલ... તે કપડામાં ભરાય તો વસ્ત્રને ફાડીને જ મૂકે તેમ નહીં પણ તેને મૂકાવનાર પુરૂષ વગેરેના હાથ પણ કાંટાઓ વડે વીંધાય છે. II૧૨ના
શ્રમણોપાસકના અધિકારથી કહેવાય છે કે... શ્રમણ ભગવંત મહાવીરસ્વામીના શ્રાવકોની સૌધર્મ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ છે.
अन्धकाराश्रयत आहअर्हद्धर्मपूर्वगतजाततेजोव्युच्छेदेऽन्धकारः ॥१२२॥
अर्हदिति, अर्हद्भिर्व्यवच्छिद्यमानैर्लोके तमिस्नं भवति तच्च द्रव्यतः, तस्योत्पातरूपत्वात्, छत्रभङ्गादौ रजउद्धातादिवत्, वह्निव्यवच्छेदेऽन्धकारमपि द्रव्यत एव, तथास्वभावात्, दीपादेरभावाद्वा, भावतोऽपि वा एकान्तदुष्षमादावागमादेरभावात् । अन्यव्यक्तम् । एवं लोकोद्योतोऽप्यर्हद्भिर्जायमानैरर्हद्भिः प्रव्रज्यमानैरर्हतां ज्ञानोत्पादपरिनिर्वाणमहिमासु चेति । एवं देवान्धकारदेवो द्योतदेवसन्निपातदेवोत्कलिकादेवकलकलास्तथा देवेन्द्राणां मनुष्यलोके आगमनञ्च भाव्यम् ॥१२२॥
હવે અંધકારને આશ્રયીને કહે છે. ચાર કારણથી લોકમાં દ્રવ્ય તથા ભાવથી પણ અંધકાર થાય છે.
(૧) અરિહંતોનો વિચ્છેદ થયે છતે. (૨) અરીહંત પ્રરૂપેલ ધર્મને વિચ્છેદ થયે છતે. (૩). પૂર્વગત = ઉત્પાદ વગેરે પૂર્વનો વિચ્છેદ થયે છતે. (૪) અગ્નિનો વિચ્છેદ થયે છતે.
અરિહંતાદિના વિચ્છેદ થવા વડે લોકમાં અંધકાર થાય છે તે દ્રવ્યથી અંધકાર... કેમકે તેના ઉત્પાદરૂપ છે. છત્ર ભંગ વગેરે થયે છતે આંધી ચડવાની જેમ...
અગ્નિના વિચ્છેદમાં દ્રવ્યથી જ અંધકાર થાય છે, કારણ કે તેવા પ્રકારનો સ્વભાવ હોય છે.. અથવા દીપક વગેરેનો અભાવ છે. અથવા ભાવથી પણ અંધકાર થાય છે, કારણ કે એકાંત દુઃષમ વગેરે કાળમાં આગમ વગેરેનો અભાવ હોય છે.
(ક્ષેત્રને આશ્રયીને આ કથન જાણી શકાય.. અઢી દ્વીપ - ભરત-ઐરાવત ક્ષેત્ર... મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને ફરક પડશે.)