________________
स्थानांगसूत्र
२४७ चलत्यपि तु प्रज्ञापकं दुर्वचनकण्टकैविध्यति स खरकण्टकसमानः, खराः निष्ठुरा कण्टका यस्मिस्तत् खरकण्टकं बब्बुलादिशाखा, सा च विलग्ना चीवरं न केवलमविनाशितं मुञ्चत्यपि तु तद्विमोचकं पुरुषादिकं हस्तादिषु कण्टकैविध्यति, श्रमणस्य भगवतो महावीरस्य श्रमणोपासकानां सौधर्मकल्पेऽरुणाभे विमाने चत्वारि पल्योपमानि स्थितिरिति ॥१२१॥
તથા–
શ્રમણોપાસકના ચાર પ્રકાર છે - (૧) માતા-પિતા સમાન (૨) ભાઈ સમાન (૩) મિત્ર સમાન તથા (૪) સપત્ની સમાન.
શ્રમણોપાસકના અન્ય રીતે ચાર પ્રકાર... (૧) દર્પણ સમાન (૨) પતાકા સમાન (૩) સ્તંભ સમાન તથા (૪) ખરકંટક સમાન.
(૧) માતા-પિતા સમાન - શ્રાવકો કોઈપણ પ્રકારના ભેદ-ભાવ વિના સાધુઓને વિષે એકાંતે વાત્સલ્યવાળા હોય છે માટે માતા-પિતા સમાન.
(૨) ભાઈ સમાન :- શ્રાવકોને તત્ત્વની વિચારણામાં કઠોર વચન વડે અપ્રીતિને કારણે અલ્પતર પ્રેમ હોય છે, પરંતુ તેવા પ્રકારના પ્રયોજનને વિષે તો અત્યંત વાત્સલ્યવાળા હોવાથી ભાઈ સમાન છે.
(૩) મિત્ર સમાન :- ઉપચારપૂર્વકના વચનાદિથી પ્રીતિનો નાશ થવાથી અને પ્રીતિનો નાશ થયે છતે આપત્તિના સમયે પણ ઉપેક્ષા કરનાર હોવાથી તેઓ મિત્ર સમાન છે.
(૪) સપત્ની-શૌક્ય સમાન :- જે બે સ્ત્રીનો એક પતિ હોય તે બંને સ્ત્રીઓ સપત્ની-શૌક્ય કહેવાય.
જેમ શોક્ય પોતાની શોક્ય પ્રત્યેની ઈર્ષ્યાને કારણે તેના દોષોને જુવે છે, તે રીતે જે શ્રાવકો સાધુઓના દોષ જોવામાં તત્પર હોય અને ઉપકાર કરનારો ન હોય તે શ્રાવકો સપત્ની સમાન કહેવાય.
અન્ય રીતે શ્રમણોપાસકની ચતુર્ભગી...
(૧) આદર્શ સમાન :- જે શ્રાવક સાધુઓ દ્વારા વર્ણન કરાતા ઉત્સર્ગ અને અપવાદાદિ આગમના ભાવોને યથાવત્ અર્થાત્ જેમ છે તેમ ગ્રહણ કરે છે, અર્થાત્ જેમ અરીસો સમીપમાં રહેલ પદાર્થોને ગ્રહણ કરે છે તેમ જે તત્ત્વને ગ્રહણ કરે છે તે શ્રાવકો આદર્શ સમાન કહેવાય.
(૨) પતાકા સમાન :- જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં ધજા લહેરાતી હોય તેમ વિચિત્ર દેશનાદિરૂપ વાયુ વડે ચારે બાજુથી ખેંચાતો હોવાથી - ચંચલ ચિત્તવાળા તે શ્રાવકો પતાકા સમાન જાણવા.