________________
स्थानांगसूत्र
२४५
ગણ સંગ્રહકર :- ગણ માટે આહાર-ઉપધિ-શય્યા તથા જ્ઞાનાદિનો સંગ્રહ કરે છે પણ માન કરતો નથી... ગર્વ કરતો નથી. આ રીતે બીજા ત્રણ ભાંગા જાણવા.
ગણ શોભાકર :- ગણને નિર્દોષ સાધુ સામાચારીમાં પ્રવર્તાવવા વડે અથવા વાદી-ધર્મ કથા - નૈમિત્તિક - વિદ્યા અને સિદ્ધ વગેરેપણાથી ગચ્છની શોભા કરનારા પણ માન કરનારા નહીં, કારણ કે પ્રાર્થનાની અભિલાષા નથી... અથવા અભિમાનનો અભાવ હોય છે. આ રીતે બીજા ત્રણ ભાંગા જાણવા.
ગણ શોધિકર :- ગણને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તાદિ આપીને શુદ્ધિને જે કરે છે તે ગણ શોધિકર... અથવા આહારાદિને વિષે દોષની શંકા થયે છતે ગૃહસ્થના ઘરે જઈને તેની પ્રાર્થના સિવાય જે આહારની શુદ્ધિ કરે છે, તે પ્રથમ ભાંગો... પ્રથમ પુરૂષ.
જે માનથી જતો નથી તે બીજો પુરૂષ. ગૃહસ્થની પ્રાર્થનાથી જાય તે ત્રીજો પુરૂષ. અને જે પ્રાર્થનાની અપેક્ષા પણ કરતો નથી અને જતો પણ નથી તે ચોથો પુરૂષ. ।।૧૧૯।।
તથા—
रूपधर्मयोर्धर्ममर्यादयोर्हानाहानाभ्याञ्च ॥ १२०॥
रूपेति, रूपं साधुनेपथ्यं तत्कारणवशात् कश्चित्त्यजति न धर्मं चारित्रलक्षणं बोटिक - मध्यस्थितमुनिवत्, अन्यस्तु धर्मं न रूपम्, निह्नववत्, उभयमपि कश्चित् उत्प्रव्रजितवत्, नोभयं कश्चित् सुसाधुवत् । धर्ममर्यादयोरिति, धर्मं त्यजत्येको जिनाज्ञारूपं न मर्यादां स्वगच्छकृताम्, इह कैश्चिदाचार्यैः तीर्थकरानुपदेशेन मर्यादा कृता यथा नास्माभिर्महाकल्पाद्यतिशय श्रुतमन्यगणसत्काय देयमिति, एवञ्च योऽन्यगणसत्काय न तद्ददाति स धर्मं त्यजति न मर्यादाम्, जिनाज्ञाननुपालनात्, तीर्थकरोपदेशो ह्येवम्- सर्वेभ्यो योग्येभ्यः श्रुतं दातव्यमिति प्रथमः । यस्तु ददाति स द्वितीयः, यस्त्वयोग्येभ्यस्तद्ददाति स तृतीयः । यस्तु श्रुताव्यवच्छेदार्थं तदव्यवच्छेदसमर्थस्य परशिष्यस्य स्वकीयदिग्बन्धं कृत्वा श्रुतं ददाति तेन न धर्मो नापि मर्यादा त्यक्तेति स चतुर्थः ॥१२०॥
તથા—
રૂપં = સાધુનો વેષ.
(૧) કારણવશાત્ કોઈ સાધુના વેષને છોડે છે પણ ચારિત્રલક્ષણ ધર્મને છોડતો નથી, બોટિક મતમાં રહેલ મુનિની જેમ.
(૨) કોઈ આત્મા ધર્મને છોડે છે પણ વેષને છોડતો નથી... નિન્તવની જેમ.
(૩) કોઈ આત્મા ધર્મને તથા વેષને બંનેને છોડે છે... દીક્ષાને છોડનારની જેમ.