________________
अथ स्थानमुक्तासरिका
अथ स्थानाङ्गसारार्थं वर्णयितुमारभतेअथ स्थानाङ्गसारः ॥१॥
अथेति, मङ्गलार्थ आनन्तर्यद्योतकश्च, सारतया सूत्रकृताङ्गनिरूपणानन्तरमित्यर्थः, क्रमप्राप्तत्वात्, त्रिवर्षपर्यायस्य ह्याचारप्रकल्पनामाध्ययनं चतुर्वर्षस्य सूत्रकृतं नामाङ्गम्, दशाकल्पव्यवहाराः संवत्सरपञ्चकदीक्षितस्यैव, स्थानाङ्गसमवायावपि चाङ्गे अष्टवर्षस्य देये इति क्रमः । स्थानाङ्गसार इति, स्थानाङ्गसारार्थ उच्यत इत्यर्थः । तिष्ठन्त्यासते-वसन्ति यथावदभिधेयतयैकत्वादिभिर्विशेषिता आत्मादयः पदार्था यस्मिन् तत्स्थानम्, अथवा स्थानशब्देनेहैकादिकः संख्याभेदोऽभिधीयते, ततश्चात्मादिपदार्थगतानामेकादिदशान्तानां स्थानानामभिधायकत्वेन स्थानम्, स्थानञ्च तत् प्रवचनपुरुषस्य क्षायोपशमिकभावरूपस्याङ्गमिवाङ्गञ्चेति स्थानाङ्गं तस्य सारमिति ॥१॥
હવે સ્થાનાંગ સૂત્રના સાર રૂપ અર્થનું વર્ણન શરૂ કરે છે. અથ શબ્દ મંગલ માટે અને અનંતરપણાને (તરત જ) પ્રગટ કરનાર શબ્દ છે. સાર રૂપે સૂત્રકૃતાંગ સૂત્રનું નિરૂપણ કર્યા પછી તરત ક્રમથી સ્થાનાંગ સૂત્ર પ્રાપ્ત થાય છે. ત્રણ વર્ષના પર્યાયવાળાને આચારપ્રકલ્પ નામનું અધ્યયન, ચાર વર્ષના પર્યાયવાળાને સૂત્રકૃતાંગ નામનું અંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાકલ્પ વ્યવહાર સૂત્ર, આઠ વર્ષના પર્યાયવાળાને ઠાણાંગ અને સમવાયાંગ સૂત્ર આપવું જોઇએ તેવો ક્રમ છે. સ્થાનાંગ સાર :- હવે સ્થાનાંગના સારરૂપ અર્થ કહેવાય છે.
સ્થાન :- જેમાં યથાવત્ એકત્વાદિ વડે વિશેષતાને પામેલા આત્માદિ પદાર્થો રહેલા છે તે સ્થાન અથવા એક, બે આદિ સંખ્યાનો વિભાગ કરાય છે તેથી આત્માદિ પદાર્થોમાં રહેલ એકથી લઈને દશ સુધીના સ્થાનો (પદાર્થો) કહેવાશે માટે સ્થાન.
સ્થાન રૂપ અંગ :- ક્ષાયોપથમિક ભાવ રૂપ જે પ્રવચન પુરૂષ (સિદ્ધાંત) તેના અંગની જેમ અંગ તે સ્થાનાંગ.
સ્થાનાંગનો સાર તે સ્થાનાંગ સાર. ૧il.