________________
२४०
अथ स्थानमुक्तासरिका મારા હૃદયમાં જિનેશ્વરની આજ્ઞા હોવા છતાં પુણ્યરહિત એવો મારું વર્તન તો આવું છે. આ આશ્ચર્ય છે. અત્યંત વિરોધ થાય છે... તો આવું બોલીને શું ?
અમારું જ્ઞાન હણાઈ ગયું છે... અમારું મનુષ્ય સંબંધી માહાલ્ય હણાઈ ગયું છે, જેથી પ્રાપ્ત થયેલા વિવેકવાળા પણ અમે નાની બાળકની જેમ ચેષ્ટા કરીએ છીએ.
(૧) પ્રથમ વિસામો - જે અવસરે શીલ = સદાચાર અથવા બ્રહ્મચર્ય વિશેષ. વ્રતો - સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે... ગુણવ્રતો - દિશા વ્રત અને ઉપભોગ - પરિભોગ વ્રતરૂપ. વિરમણ - અનર્થદંડની વિરતિના પ્રકારો અથવા રાગાદિની વિરતિ. પ્રત્યાખ્યાન - નવકારશી વિગેરે. પૌષધ - આઠમ-ચૌદશ વગેરે પર્વ દિવસોમાં ઉપવાસ - આહારનો ત્યાગ. આ શીલ વિગેરેમાં જે સ્વીકારે છે ત્યારે તેનો એક-પ્રથમ વિસામો.
(૨) બીજો વિસામો - જે અવસરમાં સાવદ્ય યોગના ત્યાગપૂર્વક નિરવઘ યોગના સેવનરૂપ સામાયિકમાં રહેલો સાધુ શ્રમણ જેવો થાય છે. દિશા પરિમાણવ્રત ગ્રહણ કરેલ શ્રાવકને દિશાના પરિમાણના વિભાગમાં અવકાશ અર્થાત્ અવતાર વિષયક અવસ્થાન જે વ્રતમાં છે તે દેશાવકાશ તે જ દેશાવકાશિક અર્થાત્ દિશાવ્રતમાં ગ્રહણ કરેલ દિશાના પરિમાણને રોજ સંક્ષેપવારૂપ અથવા બધાંય વ્રતોના સંક્ષેપ કરવારૂપ વ્રતનું અનુપાલન કરે છે, અર્થાત્ વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ રીતે પાળે છે તે પણ એક બીજો વિસામો છે.
(૩) ત્રીજો વિસામો:- ચૌદશ-આઠમ-અમાવાસ્યા તથા પૂર્ણિમારૂપ ચાર પર્વમાં પરિપૂર્ણ એટલે રાત્રિ-દિવસનો આહાર, શરીર સત્કાર ત્યાગ, બ્રહ્મચર્ય પાલન તથા અવ્યાપાર = સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગરૂપ ચાર પ્રકાર યુક્ત પૌષધ કરે છે તે પણ એક ત્રીજો વિસામો છે.
(૪) ચોથો વિસામો - સંલેખના = તપ વિશેષ... અંતિમ મારણાન્તિકી સંલેખના કરી છે જેણે.. તથા ભક્ત-પાન (આહાર-પાણી)નું પચ્ચખાણ કર્યું છે જેણે... પાદપોપગમન (વૃક્ષની જેમ નિશ્રેષ્ટ) નામના અનશન વિશેષનો સ્વીકાર કર્યો છે જેણે” તથા મૃત્યુ સમયને નહીં ઈચ્છતો થકો જે વિચરે છે... રહે છે તે પણ એક ચોથો વિસામો છે. ૧૧પા
पुनरप्याहउदितोदित उदितास्तमितोस्तमितोदितोस्तमितास्तमितश्च ॥११६॥
उदितेति, उदितश्चासौ उदितश्च, उन्नतकुलबलसमृद्धिनिरवद्यकर्मभिरभ्युदयवान् परमसुखसंदोहोदयेनोदितश्चोदितोदितः, यथा भरतः, तथैवोदितो भास्कर इवास्तमितश्च सर्वसमृद्धि