________________
२३६
अथ स्थानमुक्तासरिका
अथ भावचातुर्विध्यमाहकर्दमखजनवालुकाशैलोदकसमो भावः ॥११३॥
कर्दमेति, यत्र प्रविष्टः पादादिर्नाक्रष्टुं शक्यते कष्टेन वा शक्यते स कर्दमः, दीपादिखजनतुल्यः पादादिलेपकारी कर्दमविशेष एव खञ्जनं, वालुकाप्रतीता, सा तु लग्नापि जलशोषे पादादेरल्पेनैव प्रयत्नेनापैतीत्यल्पलेपकारिणी, शैलास्तु पाषाणाः श्लष्णरूपास्ते पादादेः स्पर्शनेनैव किञ्चिद्दुःखमुत्पादयन्ति न तु तथाविधं लेपमुपजनयन्ति कर्दमादिप्रधानान्युदकानि कर्दमोदकादीनि, तत्समो भावो जीवस्य रागादिपरिणामः, तस्य कर्दमोदकादिसाम्यं तत्स्वरूपानुसारेण कर्मलेपमङ्गीकृत्य मन्तव्यम् तत्तद्भावयुतो जीवो मृत्वा क्रमेण नैरयिकादिषूत्पद्यते ॥११३।।
હવે ભાવના ચાર પ્રકાર જણાવે છે.
(૧) કર્દમ ઉદક સમાન (૨) ખંજન ઉદક સમાન (૩) વાલુકા ઉદક સમાન તથા (૪) શૈલ ઉદક સમાન.
(૧) કર્દમ - જેમાં ખૂંચેલા પગ વગેરે ખેંચી ન શકાય અથવા કષ્ટ વડે ખેંચી શકાય તે કર્દમકાદવ..
(૨) ખંજન :- દીપક વગેરેની મેશના જેવો, પગ આદિને લેપ કરાય - ચોંટી જાય તેવો જે હોય તે ખંજન. આ ખંજન પણ કર્દમ વિશેષ જ છે.
(૩) વાલુકા:- વાલુકા એટલે રેતી.. તે પ્રસિદ્ધ જ છે. ભીની આ રેતી પગ વગેરેને લાગી હોય તો પણ પાણી સૂકાઈ જવાથી અલ્પ મહેનતે દૂર થઈ જાય છે માટે અલ્પ લેપ કરનારી છે.
(૪) શૈલ:- શૈલ એટલે કોમળ પાષાણો... તે પગ વગેરેને સ્પર્શ વડે જ કંઈક દુઃખ ઉપજાવે છે, પરંતુ તેવા પ્રકારનો લેપને ઉત્પન્ન કરતા નથી. - કાદવ વગેરેની પ્રધાનતાવાળા ઉદકો તે કર્દમોદક વગેરે કહેવાય છે. કર્દમોદક વિગેરેના જેવો જે રાગાદિ પરિણામ તે ભાવ... આ ભાવ-જીવના પરિણામોનું કર્દમોદક વગેરેની સાથે તુલ્યપણું તેના સ્વરૂપને અનુસાર કર્મના લેપને અંગીકાર કરીને માનવું. તે-તે ભાવથી યુક્ત જીવ મરીને ક્રમપૂર્વક નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે - તે આ પ્રમાણે.
કર્દમ ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જીવ કાળ કરીને નરકમાં ઉત્પન્ન થાય. ખંજન ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જીવ તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય. વાલુકા ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જીવ કાળ કરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય. શૈલ ઉદક સમાન ભાવને પ્રાપ્ત થયેલ જીવ કાળ કરીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય. ll૧૧૩