________________
स्थानांगसूत्र
२३५ નામ-સ્થાપના-દ્રવ્ય તથા ભાવના ભેદથી સત્ય ચાર પ્રકારે છે. તેમાં નામ સત્ય તથા સ્થાપના સત્ય તો પ્રસિદ્ધ જ છે. દ્રવ્ય સત્ય - ઉપયોગ રહિત બોલનારનું સત્ય તે દ્રવ્ય સત્ય.. ભાવ સત્ય - સ્વ કે પરના ઉપરોધ વિના ઉપયોગયુક્ત બોલનારનું જે સત્ય તે ભાવ સત્ય...
આજીવિકા-ગોશાલાના મતવાળાઓનો તપ ચાર પ્રકારે છે. (૧) ઉગ્ર તપ - આજીવિક ગોશાલકના શિષ્યોનો અઠ્ઠમ વિગેરે તપ તે ઉગ્ર તપ.
(૨) ઘોર તપ - ઘોર = આત્મ નિરપેક્ષ... પોતાના શરીરની દરકાર કર્યા વગરનો તપ તે ઘોર તપ.
(૩) રસ પરિત્યાગ તપ - ઘી વિગેરે વિગઈઓના રસના ત્યાગરૂપ તપ તે રસ પરિત્યાગ તપ.
(૪) જિહેન્દ્રિય સંલીનતા :- મનોજ્ઞ કે અમનોજ્ઞ આહારને વિષે રાગ-દ્વેષનો ત્યાગ તે જિન્દ્રિય સંલીનતારૂપ તપ. આ ચાર પ્રકારનો તપ છે,
અરિહંત ભગવંતના અનુયાયી-શિષ્યોને તો અનશનાદિ બાર પ્રકારનો તપ હોય છે.
સંયમના ચાર પ્રકાર :- (૧) મનસંયમ (ર) વચનસંયમ (૩) કાયસંયમ અને (૪) ઉપકરણસંયમ.
(૧-૨-૩) મન-વચન અને કાયાનો અકુશલપણાએ નિરોધરૂપ અને કુશલપણાએ પ્રવૃત્તિ કરવારૂપ મન-વચન અને કાયાનો સંયમ છે.
(૪) ઉપકરણ સંયમ :- બહુ મૂલ્યવાળા વસ્ત્ર વિગેરેના ત્યાગરૂપ આ સંયમ છે. અથવા પુસ્તક પંચક, વસ્ત્ર પંચક, તૃણ પંચક અને ચર્મ પંચકના ત્યાગરૂપ છે, તેમાં વસ્ત્ર પંચક બે પ્રકારે છે. (૧) અપ્રત્યુપેક્ષિત (૨) દુષ્મત્યુપેક્ષિત.
ચર્મ પંચક - બકરાનું ચામડું, ઘેટાનું ચામડું, ગાયનું ચામડું, ભેંસનું ચામડું અને હરણનું ચામડું આ ચર્મપંચક જાણવું.
ત્યાગ :- મન-વચન-કાયા અને ઉપકરણ ત્યાગ... એમ ચાર પ્રકારે ત્યાગ છે. (૧) અશુભ મનનો ત્યાગ અથવા મનથી સાધુઓને આહારાદિનું દાન તે મન ત્યાગ. (૨) અશુભ વચનનો ત્યાગ અથવા વચનથી સાધુઓને આહારાદિનું દાન તે વચન ત્યાગ. (૩) અશુભ કાયાનો ત્યાગ અથવા કાયાથી સાધુઓને આહારાદિનું દાન તે કાયા ત્યાગ. (૪) પાત્રાદિ ઉપકરણ વડે અન્ન વિગેરેનું દાન તે ઉપકરણ ત્યાગ.
અકિંચનતાના ચાર પ્રકાર : (૧) મન અકિંચનતા (૨) વચન અકિંચનતા (૩) કાય અકિંચનતા (૪) ઉપકરણ અકિંચનતા.
કોઈપણ પ્રકારનું સુવર્ણ વિગેરે જેની પાસે નથી તે અકિંચન... તેનો ભાવ તે અકિંચનતા... નિષ્પરિગ્રહતા. ll૧૧૨ા.