________________
स्थानांगसूत्र
२३३ અહીં પણ કષાય અને યોગરૂપ પરિણામ એ ઉપક્રમ છે. પ્રકૃતિ, ઉપશમ અને ઉપક્રમ આદિ ચારેય પણ સામાન્ય ઉપશમનરૂપ ઉપક્રમના અનુસાર જાણવા.. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ વગેરે પણ સામાન્ય વિપરિણામરૂપ ઉપક્રમના લક્ષણ અનુસાર જાણવા.
ઉપક્રમ - પુદ્ગલોને પ્રકૃતિપણાદિ વડે પરિણમન માટે સમર્થ જે જીવનું વીર્ય તે ઉપક્રમ.
અલ્પબદુત્વ :- અલ્પ = થોડું, પ્રભૂતં = ઘણું = અલ્પબહુ તે બંનેના ભાવ તે અલ્પબદુત્વ છે.
પ્રકૃતિના વિષયવાળું અલ્પબદુત્વ બંધાદિની અપેક્ષાએ છે. જેમકે સર્વથી અલ્પ પ્રકૃતિનો બંધક ઉપશાંત મોહાદિકવાળો છે, કારણ કે તે એકવિધ બંધક છે. (માત્ર સાતા વેદનીય)
ઘણી પ્રકૃતિનો બંધક, ઉપશમક વગેરે સૂક્ષ્મ સંપરાવાળો છે કેમકે તે છ પ્રકારનો બંધક છે. (આયુષ્ય તથા મોહનીય સિવાય)
તેનાથી અધિક બંધક સપ્તવિધ બંધક અને તેનાથી પણ અધિક બંધક આઠે પ્રકૃતિને બાંધનાર છે.
સ્થિતિ વિષયક અલ્પબદુત્વઃ- નવમા ગુણસ્થાનકવાળા મુનિ વિગેરેનો સર્વથી અલ્પ જઘન્ય સ્થિતિબંધ - એકેન્દ્રિય બાદર પર્યાપ્તા જીવોને જઘન્યથી અસંખ્યાતગુણો કર્મની સ્થિતિનો બંધ હોય છે. ઈત્યાદિ...
અનુભાગ અલ્પબદુત્વ :- અનંત ગુણવૃદ્ધિ અનુભાગના સ્થાનો સર્વથી અલ્પ છે.. તેનાથી અસંખ્યાત ગુણવૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે.. યાવત્ અનંતભાગવૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે.
પ્રદેશ અલ્પબદુત્વ :- આઠ મૂલ પ્રકૃતિના બાંધનારને આયુષ્યકર્મ પ્રદેશોનો ભાગ સર્વથી અલ્પ હોય છે.
તેનાથી નામ અને ગોત્ર કર્મના પ્રદેશનો ભાગ પરસ્પર તુલ્ય અને વિશેષાધિક. તેનાથી જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય અને અંતરાયકર્મને વિશેષાધિક અને પરસ્પર તુલ્ય.
તેનાથી મોહનીય કર્મને વિશેષાધિક.. તેનાથી વેદનીય કર્મને વિશેષાધિક કર્મદલિકો પ્રાપ્ત થાય છે.
સંક્રમ - જીવ જે પ્રકૃતિને બાંધે છે તેના અનુભાગ અર્થાતુ રસ વડે અન્ય પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્ય વિશેષ વડે પરિણાવે છે તે સંક્રમ કહેવાય.
(૧) પ્રકૃતિ સંક્રમ:- પ્રકૃતિ સંક્રમ સામાન્ય લક્ષણથી જાણવા યોગ્ય છે.
(ર) સ્થિતિ સંક્રમ :- મૂલ પ્રકૃતિ આઠ અથવા ઉત્તર પ્રકૃતિની સ્થિતિનું જે ઉત્કર્ષણ = વૃદ્ધિ... અથવા અપકર્ષણ = હાનિ... અથવા બીજી પ્રકૃતિની સ્થિતિમાં લઈ જવું એમ ત્રણ પ્રકારે સ્થિતિ સંક્રમ છે.