________________
२३२
अथ स्थानमुक्तासरिका
પ્રારંભ... બંધ
અન્ય સ્થળે ‘ઉપક્રમ' એ ‘કરણ’ અર્થમાં રૂઢ થયેલ છે. અથવા ઉપક્રમ વિગેરેનો આરંભ તે ઉપક્રમ.
=
(૧) કર્મપુદ્ગલો અને જીવના પ્રદેશોનો પરસ્પર સંબંધ તે બંધન... તેનો ઉપક્રમ અર્થાત્ પ્રારંભ... આ સંબંધ સૂત્રમાત્રથી બાંધેલ લોહની શલાકા-સળીના સંબંધ સમાન જાણવો.
અથવા ભિન્ન-ભિન્ન અવસ્થામાં રહેલ કર્મનું બંધનરૂપ કરવું તે જ ઉપક્રમ તે બંધન ઉપક્રમ... કારણ કે વસ્તુના સંસ્કાર અને વિનાશરૂપ ઉપક્રમ પણ કહેલ છે.
(૨) ઉદીરણ ઉપક્રમ :- કર્મના ફળનો સમય પ્રાપ્ત થયો ન હોય છતાં તેને ઉદયમાં લાવવા તે ઉદીરણા.
:
(૩) ઉપશમના કર્મોને ઉદય, ઉદીરણાકરણ, નિધત્તકરણ અને નિકાચનાકરણને માટે અયોગ્યપણાએ સ્થાપન કરવા તે ઉપશમના.
(૪) તથા વિવિધ પ્રકારો વડે અર્થાત્ સત્તા-ઉદય-ક્ષય-ક્ષયોપશમ ઉર્તન અને અપવર્તનાદિ વડે કર્મોનું પર્વત ઉ૫૨થી પડતી નદી સંબંધી પત્થરના ન્યાયે અથવા દ્રવ્ય-ક્ષેત્રાદિ વડે કે કરણ વિશેષ વડે કર્મોનું અવસ્થાન્તર-બીજી અવસ્થારૂપે કરવા તે વિપરિણામના.
અહીં વિપરિણમના બંધનાદિને વિષે અને તેથી અન્ય ઉદયાદિને વિષે હોય છે તે સામાન્યરૂપે હોવાથી વિપરિણમના જુદી કહી છે.
બંધન ઉપક્રમ, પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ વડે ચાર પ્રકારે છે. તેમાં પ્રકૃતિ બંધન ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, કેમકે યોગ એ પ્રકૃતિ બંધનો હેતુ હોય છે.
સ્થિતિબંધન ઉપક્રમ અને અનુભવબંધન ઉપક્રમ જીવનો પરિણામ જ છે, પરંતુ તે કષાયરૂપ છે, કારણ કે તે બંનેનો કષાય હેતુ છે.
આ પ્રમાણે ઉદીરણા ઉપક્રમણા અને વિપરિણામના પણ પ્રકૃતિ આદિ ચાર પ્રકારે છે. પ્રકૃતિ ઉદીરણા ઃ- મૂલ પ્રકૃતિ તથા ઉત્તર પ્રકૃતિના દલિકને જીવના વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં લવાય છે તે પ્રકૃતિ ઉદીરણા...
સ્થિતિ ઉદીરણા :- ઉદયમાં આવેલ સ્થિતિની સાથે ઉદયમાં નહીં આવેલ સ્થિતિને વીર્ય વડે જે ભોગવાય તે સ્થિતિ ઉદારણા.
અનુભાગ ઉદીરણા :- ઉદયમાં આવેલ રસની સાથે ઉદયમાં નહીં આવેલ ૨સને વીર્ય વિશેષ વડે આકર્ષીને જે ભોગવાય છે તે અનુભાગ ઉદીરણા...
પ્રદેશ ઉદીરણા :- ઉદયમાં આવેલ નિયત પરિણામવાળા કર્મપ્રદેશોની સાથે ઉદયમાં નહીં આવેલ નિયત પરિણામવાળા કર્મ પ્રદેશનું જે ભોગવવું તે પ્રદેશ ઉદીરણા.