________________
२३१
स्थानांगसूत्र
ચાર પ્રકારે ઉપક્રમ છે - (૧) બંધન ઉપક્રમ (૨) ઉદીરણા ઉપક્રમ (૩) ઉપક્રમણ ઉપક્રમ અને (૪) વિપરિણામન ઉપક્રમ.
અલ્પબદુત્વ ચાર પ્રકારે છે - (૧) પ્રકૃતિ અલ્પબદુત્વ (૨) સ્થિતિ અલ્પબદુત્વ (૩) અનુભાવ અલ્પબદુત્વ (૪) પ્રદેશ અલ્પબદુત્વ.
તે પ્રમાણે સંક્રમ-નિધત્ત અને નિકાચિતના ચાર-ચાર ભેદ જાણવા. બંધ - કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય પુગલોનું જે ગ્રહણ કરે તે બંધ.
પ્રકૃતિબંધ - જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારે કર્મની પ્રકૃતિઓ છે. સામાન્યથી કર્મનો બંધ તે પ્રકૃતિબંધ.
સ્થિતિબંધ - કર્મની આત્મા સાથે રહેવાની કાળમર્યાદા... કર્મ પ્રવૃતિઓનું જઘન્યાદિ ભેદ વડે સ્થિતિને બાંધવી તે સ્થિતિબંધ.
અનુભાવ - વિપાક.. કર્મનો ઉદય.. કર્મની તીવ્ર-મંદ ફળ આપવાની શક્તિ - તેને યોગ્ય બંધ તે અનુભાવ બંધ.
પ્રદેશબંધ - કર્મપુદ્ગલોનો જથ્થો.. (સમૂહ) ચોક્કસ પરિણામવાળા અનંતાનંત કર્મ પ્રદેશોનો જીવના પ્રદેશોને વિષે દરેક પ્રકૃતિ પ્રતિ જે સંબંધ થવો તે પ્રદેશબંધ. પરિમિત પરિમાણવાળા ગોળ વિગેરેના લાડવાના બંધની જેમ આ પ્રદેશબંધ જાણવો.
લાડવાના દાંતને વૃદ્ધ પુરૂષો આ રીતે વર્ણવે છે... જેમ નક્કી માપવાળા લોટ-ગોળ-ઘીશૂઠાદિ દ્રવ્યોથી તૈયાર કરેલ કોઈ મોદક-લાડવો વાયુને હરનાર - કોઈક કફને હરનાર - કોઈ પિત્તને હરનાર - કોઈક મારનાર... કોઈક બુદ્ધિને વધારનાર... કોઈક વ્યામોહ પેદા કરનાર હોય છે તેવી રીતે કોઈ કર્મપ્રકૃતિ જ્ઞાનને આવરે છે તો કોઈ દર્શનને આવરણ કરે છે. કોઈ સુખદુઃખ વિગેરે વેદનને ઉત્પન્ન કરે છે. આ છે પ્રકૃતિબંધ
વળી તે મોદકનો નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાલની મર્યાદા રૂપ સ્થિતિ હોય છે. અર્થાત્ કોઈ ર દિવસ કોઈ ૪ દિવસ રહે છે - તે રીતે કર્મનો પણ તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી નિયતકાલ પર્યંત રહે છે તે સ્થિતિબંધ.
જેમ તે જ મોદકનો સ્નિગ્ધ-મધુર વગેરે એક ગુણ - દ્વિગુણાદિ ભાવ વડે રસ હોય છે, તે રીતે કર્મનો પણ દેશઘાતિ, સર્વ ઘાતિ, શુભ-અશુભ, તીવ-મંદાદિ અનુભાવ બંધ હોય છે.
જેમ તે મોદકને લોટ વિગેરે દ્રવ્યનું પરિમાણ હોય છે એવી રીતે કર્મના પુદ્ગલોનું પણ નિશ્ચિત પરિમાણ-પ્રમાણરૂપ પ્રદેશ બંધપણું હોય છે.
ઉપક્રમ - બંધનપણું – ઉદીરણાપણું વગેરેથી કર્મના પરિણમવાના હેતુભૂત જીવની શક્તિવિશેષ તે ઉપક્રમ.