________________
२२८
अथ स्थानमुक्तासरिका શૈલસ્તંભ = શિલાના વિકારરૂપ શૈલ, તે જ સ્થંભ અર્થાત્ શૈલસ્તંભ. અસ્થિસ્તંભ = હાડકાનો થાંભલો. દારુ = લાકડાનો થાંભલો.
તિનિશ એ એક વૃક્ષ વિશેષ છે. તેની લતા તે તિનિશિલતા અર્થાતુ નેતરની સોટી... તે અત્યંત કોમળ હોય છે.
માન પણ શૈલ સ્તંભ વગેરેની સમાનતાવાળો છે, કારણ કે માનવાળાને નમન-ઝૂકવાનો અભાવ હોય છે આથી સમાનતા છે.
માન પણ અનુક્રમે અનંતાનુબંધી – અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય તથા સંજવલન આમ ચાર પ્રકારે છે. - ચાર પ્રકારના વસ્ત્ર સમાન ચાર પ્રકારનો અનંતાનુબંધિ આદિ લોભ છે.
(૧) કિરમજી રંગથી રંગાયેલું (૨) કર્દમ = કાદવથી રંગાયેલું (૩) ખંજનથી રંગાયેલું અને (૪) હળદરથી રંગાયેલું.
કિરમજી - કૃમિ રંગમાં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે. મનુષ્યાદિના રૂધિરને લઈને કોઈપણ વસ્તુ વડે સંયુક્ત કરીને ભાજનમાં રાખે છે, ત્યારબાદ તેમાં કૃમિ ઉત્પન્ન થાય છે, તે કીડાઓ વાયુની ઈચ્છાવાળા થયેલા છિદ્રો દ્વારા નીકળીને બાજુમાં ફરે છે. ફરતાં-ફરતાં મુખમાંથી લાળ બહાર કાઢે છે, તે “કૃમિસૂત્ર' કહેવાય છે, તે પોતાના સ્વાભાવિક રંગ વડે રંગાયેલા જ હોય છે. તેમાં કૃમિઓનો રાગ-રંગનાર રસ તે કૃમિરાગ અને તેના વડે રંગાયેલું તે કૃમિરાગરક્ત.
આ રીતે સર્વત્ર જાણવું.
(૨) કર્દમ = ગાયના રસ્તા વિગેરેનો કાદવ. (૩) ખંજન = દીવા વિગેરેનો મેલ. (૪) હળદર = પ્રસિદ્ધ જ છે.
લોભની કૃમિરાગ વગેરેથી રંગાયેલ વસ્ત્રની સાથે સમાનતા છે, કારણ કે અનંતાનુબંધી વગેરે જે લોભ કષાયના ભેદ છે તેને સમાન જીવોનું ક્રમ વેડ દઢ, હીન, હીનતર અને હીનતમ અનુબંધપણું હોય છે. તે આ પ્રમાણે.
કૃમિરાગ વડે રંગાયેલ વસ્ત્ર બાળવા છતાં પણ રંગના અનુબંધને છોડે નહીં, તેની ભસ્મ પણ રક્ત જ હોય છે. એ પ્રમાણે જેઓ મરવા છતાં પણ લોભના અનુબંધને મુક્તા નથી તેઓનો લોભ કૃમિરાગ વડે રંગાયેલ વસ્ત્ર સમાન અનંતાનુબંધી કહેવાય છે.
આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી.
ક્રોધ ચાર પ્રકારે છે : (૧) પર્વતની તિરાડ (૨) પૃથ્વીની તિરાડ (૩) રેતીમાં કરેલી રેખા તથા (૪) પાણીમાં કરેલી રેખા સમાન અનંતાનુબંધી વિગેરે ચાર પ્રકારનો ક્રોધ છે.
અનંતાનુબંધી ચારે કષાયની સ્થિતિ માવજીવ છે અને નરકગતિમાં ગમન કરાવે છે.