________________
स्थानांगसूत्र
२२७
लोभस्यानन्तानुबन्ध्यादितद्भेदवतां जीवानां क्रमेण दृढहीनहीनतरहीनतमानुबन्धत्वात्, तथाहि कृमिरागरक्तं वस्त्रं दग्धमपि न रागानुबन्धं मुञ्चति तद्भस्मनोऽपि रक्तत्वात्, एवं यो मृतोऽपि लोभानुबन्धं न मुञ्चति तस्याभिधीयते लोभः कृमिरागरक्तवस्त्रसमानोऽनन्तानुबन्धी चेति, एवं સર્વત્ર મૌવના + I૧૨માં
હવે કષાયને આશ્રયીને કહે છે...
ચાર પ્રકારની વક્રતા છે. (૧) વાંશના મૂળની (૨) ઘેટાના શીંગડાની (૩) ગોમૂત્રિકાની અને અવલેખનિકા એટલે વાંશની ઝીણી છાલની...
આ ચાર પ્રકારની વક્રતા છે અને તેના સમાન ચાર પ્રકારની માયા છે. કેતન = સામાન્યથી વક્ર વસ્તુ. વાંશના મૂળરૂપ જે કેતન વંશીમૂલ કેતન – વાંશના મૂળની વક્રતા. મેષગ કેતન - ઘેટાના શીંગડાની વક્રતા. ગોમૂત્રિકા કેતન – ગોમૂત્રની વક્રતા. અવલેખનિકા કેતન - છોલાયેલી વાંસની સળી વગેરેની જે પાતળી છાલ તે અવલેખનિકા.
વંશીયૂલ વગેરેની વક્રતા સમાન માયાનું વક્રપણું તો માયાવાળાના અસરલ = વક્રપણાના ભેદથી છે, તે આ પ્રમાણે...
જેમ વાંસનું મૂલ અત્યંત ગુપ્ત-વક્ર છે એવી રીતે કોઈક જીવની માયા પણ અત્યંત ગુપ્તવક્ર હોય છે, એવી રીતે અલ્પ-અલ્પતર અને અલ્પતમ અસરલતા વડે અન્ય માયા પણ વિચારવી, આ ચારે માયા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંવલની રૂપે અનુક્રમે જાણવી.
વંશીમૂલની વક્રતા સમાન માયામાં પ્રવેશેલો જીવ મરીને નૈરયિક ગતિમાં ઉત્પન્ન થાય છે. મેષ-ઘેટાના શીંગડાની વક્રતા સમાન માયામાં પ્રવેશેલો જીવ તિર્યંગ યોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમૂત્રિકાની વક્રતા સમાન માયામાં પ્રવેશેલો જીવ મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે. અવલેહિકાની વક્રતા સમાન માયામાં પ્રવેશેલો જીવ દેવગતિમાં જાય છે.
આ રીતે માન વિગેરેમાં પ્રવેશ પામેલાને પણ જાણવા... અનુપ્રવિષ્ટ એટલે તે તે કષાયનો ઉદય... કષાયના ઉદયવાળો જીવ...
ચાર પ્રકારે માન છે... (૧) પત્થરનો થાંભલો (૨) હાડકાનો થાંભલો (૩) લાકડાનો થાંભલો અને (૪) નેતરનો થાંભલો આ દષ્ટાંતની જેમ ચાર પ્રકારનો માન છે.