SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ अथ स्थानमुक्तासरिका જેમ વિઘાના સાધનથી વિરૂદ્ધ સામગ્રી વડે વિદ્યા સફળ થતી નથી તેમ અકાલે સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાન પણ સફળ થતું નથી, માટે હે શિષ્ય ! તું અકાલમાં સ્વાધ્યાય ન કર...! /૧૦ पुरुषविशेषानेवाहआत्मपरान्तकरा आत्मपरतमा आत्मपरदमाश्च पुरुषाः ॥१०८॥ आत्मेति, आत्मनो भवस्यान्तं कुर्वन्तीत्यात्मान्तकरा न परस्य भवान्तकरा धर्मदेशनानासेवकाः प्रत्येकबुद्धादिरित्येको भङ्गः, परस्य भवान्तं कुर्वन्ति मार्गप्रवर्त्तनेन, नात्मान्तकरा अचरमशरीरा आचार्यादयः, स्वपरात्मान्तकरास्तीर्थकरादयः, न स्वपरात्मान्तकरा दुष्षमाचार्यादयः । यद्वाऽऽत्मनोऽन्तं मरणं कुर्वन्तीत्यात्मान्तकराः, अत्र प्रथमः आत्मवधकः, द्वितीयः परवधकः, तृतीय उभयहन्ता, चतुर्थस्त्ववधकः । एवमात्मानं तमयति खेदयतीत्यात्मतमः, आचार्यादिः, आत्मनि तमोऽज्ञानं क्रोधो वा यस्य स आत्मतमाः, आत्मानं दमयति शमवन्तं करोति शिक्षयति वेत्यात्मदमः, आचार्योऽश्वदमकादिर्वा परश्चात्र शिष्योऽश्वादिर्वा ॥१०८॥ હવે પુરૂષ વિશેષોને જ કહે છે... ચાર પ્રકારના પુરૂષો છે. (૧) કોઈ પુરૂષ પોતાના ભવનો - સંસારનો અંત કરે છે તે આત્માંતકર પરંતુ બીજા ભવનો અંત કરતા નથી. દા.ત. ધર્મદશના નહીં આપનાર પ્રત્યેક બુદ્ધ વગેરે... (ભાગ-૧) (૨) કોઈ પુરૂષ માર્ગને પ્રવર્તાવવા વડે બીજાના ભવનો અંત કરે છે તે પરાંતકર પરંતુ પોતાના ભવનો અંત કરતો નથી. દા.ત. અચરમ શરીરી આચાર્ય ભગવંતો વિ. (ભાગ-૨) (૩) કોઈ પુરૂષ પોતાના તથા બીજાના પણ ભવનો અંત કરે છે. દા.ત. તીર્થકર તથા સામાન્ય કેવલી વિ. (૪) પોતાના ભવનો અંત ન કરે, બીજાના ભવનો પણ અંત ન કરે. દા.ત. દુષમકાળના આચાર્ય. અન્ય રીતે પુરૂષના ચાર પ્રકાર (૧) આત્માનો અંત કરનારા પણ બીજાનો નહીં તે આત્માંતકર... આત્મવવક. (૨) બીજાનો વધ કરનાર - પોતાનો નહીં તે પરવધક. (૩) સ્વ-પર બંનેને વધ કરનાર તે ઉભયહત્તા. (૪) સ્વ-પર એકેયનો વધ ન કરનાર તે અવધક.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy