________________
स्थानांगसूत्र
૨૨૩ नन्द्यादिसूत्रविषयो वाचनादिर्न विधीयते, अनुप्रेक्षा तु न निषिध्यते, तच्च पौर्णमास्येव, प्रतिपदस्तु क्षणानुवृत्तिसम्भवेन वर्ण्यन्ते, तथा प्रथमा संध्या अनुदिते सूर्ये, पश्चिमा चास्तसमये, अकालस्वाध्यायेऽमी दोषाः-'श्रुतज्ञानेऽभक्तिर्लोकविरुद्धता प्रमत्तछलना च । विद्यासाधनवैगुण्यधर्मता इति मा कुरु' इति ॥१०७॥
નિર્ઝન્થ સાધુઓને નહીં કરવા યોગ્યનો નિષેધ માટે કહે છે.
સાધુ ભગવંત તથા સાધ્વીજી ભગવંતોને ચાર મહાપડવામાં સ્વાધ્યાય કરવો કલ્પ નહીં... તે આ પ્રમાણે -
અષાઢ પુનમ પછીનો પડવો... અષાઢ વદ-૧ આસો પુનમ પછીનો પડવો... આસો વદ-૧ કાર્તિક પુનમ પછીનો પડવો... કાર્તિક વદ-૧ ચૈત્રી પુનમ પછીનો પડવો.... ચૈત્ર વદ-૧ સાધુ-સાધ્વીજી ભગવંતને ચાર કાલવેળાએ સ્વાધ્યાય કરવો કલ્પે નહીં. (૧) સૂર્યોદયની પહેલાંની એક ઘડી... પછીની એક ઘડી. (૨) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી... પછીની એક ઘડી. (૩) મધ્યાહન... (૪) મધ્યરાત્રિ..
કોઈનો અભિપ્રાય છે કે પ્રથમ સંધ્યા સૂર્યોદય પહેલાંની બે ઘડી લેવી. પોતાના ગચ્છની પ્રણાલિકા પ્રમાણે કરવું.
અષાઢ પૂર્ણિમા વિગેરે મહોત્સવ ઉજવાયા પછી થતી અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણ સ્વરૂપ હોવાથી મહાપ્રતિપદ-પડવો કહેવાય છે.
અષાઢ માસની પૂર્ણિમા પછીની પ્રતિપદા તે અષાઢ પ્રતિપદા. (અષાઢ વદ-૧) એવી રીતે બીજા પડવાઓને વિષે પણ જાણવું.
અહીં જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે છે તે દેશમાં તે દિવસની શરૂઆતથી મહોત્સવની સમાપ્તિ પર્યત સ્વાધ્યાય ન કરવો જોઈએ... નંદિ સૂત્રાદિ સૂત્ર વિષયક વાચના પણ ન કરવી જોઈએ. અનુપ્રેક્ષાનો નિષેધ નથી, તે મહોત્સવ પૂર્ણિમા પર્યત જ સમાપ્ત થાય છે, પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિ વડે વર્જાય છે. - સૂર્યોદય ન થયે છતે પહેલી સંધ્યા, સૂર્યઅસ્ત પામવાના સમયમાં તે પશ્ચિમી સંધ્યા કહેવાય છે.
અકાલ સ્વાધ્યાયના દોષો :
શ્રુતજ્ઞાનની અભક્તિ-વિરાધના થાય છે... લોકવિરૂદ્ધ થાય છે... તથા પ્રમાદી મુનિઓને નજીકના ક્ષેત્રવાસી દેવો છળે છે = પરેશાન કરે.