________________
२२२
अथ स्थानमुक्तासरिका
સમયે જાગરણ કરીને આત્માને જાગૃત નહીં કરનારા... પ્રાસુક-એષણીય-ઉંછ અને સામુદાનિક ગોચરીની ગવેષણા નહીં કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતોને કેવલજ્ઞાન તથા કેવલદર્શનની પ્રાપ્તિ થતી નથી.
ત્યાદિ - આદિથી ભક્ત કથા - દેશ કથા તથા રાજ કથાનું ગ્રહણ કરવું. વિવેક - અશુદ્ધાદિનો ત્યાગ. અશુદ્ધ ભાવોનો ત્યાગ કરી શુદ્ધ ભાવમાં સ્થિર રહેવું. અશુદ્ધ ગોચરીનો ત્યાગ કરી શુદ્ધ ગોચરી માટે પ્રયત્ન કરવો તે વિવેક.
વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ કરવો.
પૂર્વરાત્ર-અપરરાત્ર:- રાત્રિનો પૂર્વ ભાગ તથા પાછલો ભાગ... અર્થાત્ રાત્રિનો પહેલો તથા ચોથો પ્રહર ધર્મ જાગરિકાનો છે. આત્મા સાથે વાત કરવા માટે છે. તે સમયે કુટુંબ સંબંધી જાગરણનો નિષેધ કરી ધર્મ જાગરિકા અર્થાત્ ભાવપૂર્વક આત્માની વિચારણા કરવાની છે.
પ્રાસુક:- નિર્જીવ-અચિત્ત આહાર, એષણીય - ઉદ્ગમાદિ દોષથી રહિત આહારની ગવેષણા. ઉંછ - અનેક ઘરોમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરવો.
સામુદાનિક - ગોચરી-પાણીનું સમુદાનરૂપ યાચન તે સામુદાનિક... અર્થાત્ ઉંચ-નીચ અને મધ્યમ કુલ વગેરેમાં ભેદભાવ વગર ગોચરીની ગવેષણા કરવી. - ઉપરોક્ત રીતે જે નિર્ગસ્થ અને ઉપલક્ષણથી નિગ્રંથી અર્થાત્ સાધ્વીજી ભગવંત શુદ્ધ ગોચરીની ગવેષણા વિ. નથી કરતાં તેઓને અતિશય જ્ઞાન અર્થાત્ કેવલજ્ઞાન - કેવલદર્શન પ્રાપ્ત થતાં નથી. મતિજ્ઞાન આદિ કરતાં આ કેવલજ્ઞાન વિશેષ છે.
ઉપરોક્ત ચાર વિધાનથી વિપર્યય કરનારને અર્થાત્ સ્ત્રીકથા વિ. ચાર વિકથાના ત્યાગી, વિવેક-બુત્સર્ગ દ્વારા આત્માની સમ્યગુ રીતે ભાવના કરનાર... પૂર્વ-અપર રાત્રિએ ધર્મ જાગરણ કરનારા તથા પ્રાસુક, એષણીય ગોચરીની ગવેષણા કરનારા સાધુ ભગવંત તથા સાધ્વીજી ભગવંતને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ll૧૦૬ll निर्ग्रन्थानामकृत्यनिषेधायाह
आषाढाश्विनकार्तिकचैत्रप्रतिपदः प्रथमपश्चिमसंध्यामध्याह्नार्धरात्रयो न स्वाध्याययोग्याः ॥१०७॥
आषाढेति, एता महाप्रतिपदः, महोत्सवानन्तरवृत्तित्वेनोत्सवानुवृत्त्या शेषप्रतिपद्धर्मविलक्षणत्वात्, अत एवाषाढस्य पौर्णमास्या अनन्तरा प्रतिपदाषाढप्रतिपदेवमन्यत्रापि, इह च यत्र विषये यतो दिवसान्महामहाः प्रवर्त्तन्ते तत्र तद्दिवसान्महसमाप्तिदिनं यावत् स्वाध्यायो