________________
स्थानांगसूत्र
२२१
ચતુર્થંગી વડે જ્ઞાન-દર્શનની ઉત્પત્તિ જણાવે છે.
(૧) વિવિધ તપ વડે ભાવિત કૃશ શરીરવાળાને શુભ પરિણામની સંભાવના હોવાથી તજ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમાદિ ભાવથી જ્ઞાન અને દર્શન... અથવા જ્ઞાનની સાથે દર્શન. તે જ્ઞાનદર્શન તે છદ્મસ્થ સંબંધી જ્ઞાન અથવા કેવલી સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય છે... જ્યારે દૃઢ શરીરવાળાને ઉત્પન્ન થતું નથી, કારણ કે અત્યંત મોહ વડે તેણે શરીરને પુષ્ટ કરેલું હોવાથી તથાવિધ શુભ પરિણામના અભાવ વડે ક્ષયોપશમાદિનો અભાવ હોય છે. આ પ્રથમ ભંગ...
(૨) સંઘયણ વિશિષ્ટ અલ્પ મોહવાળા દૃઢ શરીરવાળાને જ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે, કારણ કે સ્વસ્થ શરીર હોવાથી મનની સ્વસ્થતા વડે શુભ પરિણામના પ્રભાવે ક્ષયોપશમાદિ ભાવ હોય છે. પણ કૃશ શરીરીને ચિત્તની અસ્વસ્થતા હોવાથી ક્ષયોપશમાદિભાવ ઉત્પન્ન ન થાય.
(૩) કૃશ અથવા દૃઢ શરીરવાળાને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થાય છે. કારણ કે વિશિષ્ટ સંઘયણ સહિત અલ્પ મોહવાળાને બંને રીતે શુભ પરિણામની સંભાવના છે, પણ કૃશત્વ અને દૃઢત્વ પ્રતિની અપેક્ષા નથી. આ ત્રીજો ભંગ.
(૪) મંદ સંઘયણવાળા અને બહુમોહવાળા કૃશ કે દૃઢ શરીરીને જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થતું નથી તેવા પ્રકારના પરિણામનો અભાવ હોવાથી. ।।૧૦૫
ज्ञानदर्शनव्याघातमाह
स्त्र्यादिकथावादिनो विवेकव्युत्सर्गाभ्यां न सम्यगात्मानं भावयितुः पूर्वरात्रापररात्रकालसमये न धर्मजागरिकया जागृतस्य प्रासुकस्यैषणीयस्योञ्छस्य सामुदानिकस्य सम्यङ् न गवेषयितुर्निर्ग्रन्थस्यातिशयवज्ज्ञानं न भवति ॥ १०६ ॥
स्त्र्यादीति, आदिना भक्तदेशराजग्रहणम्, विवेकोऽशुद्धादित्यागः, व्युत्सर्गः - कायव्युत्सर्गः, पूर्वरात्र: रात्रेः पूर्वो भागः, अपररात्रः रात्रेरपरो भागः, तावेव कालः, स एव समयोऽवसरः, तस्मिन् कुटुम्बजागरिकाव्यवच्छेदेन धर्मप्रधाना जागरिका - निद्राक्षयेण बोधो धर्मजागरिका भावप्रत्युपेक्षेत्यर्थः, तया जागृत:- जागरकस्तस्य, प्रासुको निर्जीवः, एषणीयः कल्प्यः, उद्गमादिदोषरहितत्वात्, उञ्छ: भक्तपानादिः, अल्पाल्पतया गृह्यमाणत्वात्, समुदाने भिक्षणे याञ्चायां भवः सामुदानिकः, इत्येवंप्रकारैः-निर्ग्रन्थस्येत्युपलक्षणं, तेन निर्ग्रन्थस्य निर्ग्रन्थ्या वेत्यर्थः, अतिशयवज्ज्ञानं - केवलमित्यर्थः, मत्यादितोऽतिशयवत्त्वात् । एवमेतद्विपर्ययेण તવુત્પત્તિવ્યિા ।।૧૦।।
હવે જ્ઞાન-દર્શનના વ્યાઘાતને કહે છે.
વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા તથા રાજકથા આ ચાર કથા કરનારા... વિવેક અને વ્યુત્સર્ગ દ્વારા આત્માને સમ્યક્ રીતે ભાવિત નહી કરનારા... પૂર્વ રાત્રિ તથા અપરરાત્રિના