________________
स्थानांगसूत्र
२१९
(૨) વિક્ષેપણી કથા ઃ- (૧) પ્રથમ સ્વસિદ્ધાંતના ગુણોનું કીર્તન કરીને ત્યારબાદ ૫૨ સિદ્ધાંતના દોષો દેખાડવારૂપ વિક્ષેપણી કથા.
(૨) પરના - અન્ય દર્શનના સિદ્ધાંતને કહેવાપૂર્વક સ્વ સિદ્ધાંતના ગુણોનું સ્થાપન કરવારૂપ વિક્ષેપણી કથા.
(૩) ૫૨-અન્ય દર્શનના સિદ્ધાંતમાં પણ ઘુણાક્ષર ન્યાય વડે જિનાગમના તત્ત્વો સમાન જે સમ્યવાદ છે તેને કહીને તેમાં જે જિનપ્રણીત તત્ત્વોથી વિરૂદ્ધ હોવાથી મિથ્યાવાદ છે તેના દોષ દર્શાવવાપૂર્વક કથન કરવારૂપ વિક્ષેપણી કથા.
(૪) ૫૨ સિદ્ધાંતમાં રહેલ મિથ્યાવાદને કહીને સમ્યવાદને સ્થાપવાપૂર્વકની કથા તે વિક્ષેપણી કથા.
(૩) સંવેદની કથા ઃ- (૧) ઈહલોક સંવેદની (૨) પરલોક સંવેદની (૩) સ્વશરીર સંવેદની (૪) પરશરીર સંવેદની... આમ ચાર પ્રકારે સંવેદની કથા છે.
ઈહલોક સંવેદની :- ઈહલોક એટલે મનુષ્ય જન્મ, આ મનુષ્યપણું અસાર છે... અધ્રુવ છે. કેળનાં સ્થંભ સમાન છે. આવા પ્રકારે તેના સ્વરૂપને કહેવા વડે સંવેગ ઉત્પન્ન થાય છે.
પરલોક સંવેદની :- દેવાદિ ભવના સ્વરૂપના કથનરૂપ પરલોક સંવેદની. અર્થાત્ દેવો પણ ઈર્ષ્યા-વિષાદ-ભય અને વિયોગાદિ દુઃખો વડે પરાભવ પામેલા છે, તો તિર્યંચ વગેરેનું તો કહેવું જ શું ? આ પ્રમાણે દેવાદિભવના સ્વરૂપ કહેવારૂપ પરલોક સંવેદની...
-
આત્મશરીર સંવેદની :- આ આપણું શરીર અશુચિ-અપવિત્ર છે. અશુચિરૂપ કારણથી ઉત્પન્ન થયેલું છે. અશુચિ દ્વારથી જન્મેલું છે. માટે આ શરીર પ્રતિ રાગ કરવા જેવું કંઈ જ નથી. ઈત્યાદિ કથનરૂપ આત્મશરીર સંવેદની કથા.
આ રીતે પરશ૨ી૨ સંવેદની કથા વિચારવી... અન્યના શરીરની અશુચિ... મૃતક શરીરની અશુચિના કથનરૂપ પરશરીર સંવેદની કથા જાણવી.
(૪) નિર્વેદની કથા ઃ- (૧) કેટલાકને આ લોકમાં ચોરી વિ. દુષ્કૃત્યોનું ફળ આ જન્મમાં જ મળે છે. (૨) કેટલાકને આ લોકમાં શિકાર વિ. દુષ્કૃત્યોનું ફળ પરભવમાં મળે છે. (૩) કેટલાક પૂર્વભવના પાપ કૃત્યનું ફળ આ ભવમાં ભોગવે છે.. દરિદ્રતા-રોગના કષ્ટોને સહે છે. (૪) કેટલાક પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અશુભ કર્મના ઉદયે કાગડા-ગીધડા આદિ ભવમાં પાપ કર્મનો બંધ કરી પરભવમાં નરકાદિ દુઃખોને ભોગવે છે. આવા વર્ણનવાળી કથા નિર્વેદની કથા.
આ રીતે પુણ્યના ફલરૂપ ચતુર્થંગી પણ જાણવી.
(૧) તીર્થંકરોને દાન આપનાર આ ભવમાં પાંચ દિવ્યરૂપ ઋદ્ધિને પ્રાપ્ત કરે છે.
(૨) સાધુ ભગવંતો સંયમની સાધનાના પ્રભાવે પરલોકમાં સુખ ભોગવે છે.