________________
२१८
अथ स्थानमुक्तासरिका (૪) કોશ-કોઠાગાર કથા - કોશ = ભંડાર. કોઠાગાર = ધાન્યનું ઘર. તે સંબંધી વાર્તા તે કોશ કોઠાગાર કથા.
દા.ત. પુરૂષની પરંપરા વડે પ્રાપ્ત કરેલ અર્થાત ભંડાર વડે સમગ્ર વિશ્વના જગતનું પોષણ કરવાથી વૈશ્રમણને જીતવા વડે, તે રાજા સમાન બીજો કયો રાજા છે ?
રાજકથાના દોષો - રાજકથા કરનારા સાધુને જોઈ રાજ પુરૂષોને શંકા થાય છે. તે આ પ્રમાણે વેષ પરાવર્તન કરનારા આ ગુપ્તચરો છે અથવા ચોરો છે અથવા છૂપી રીતે ઘાત કરનારા છે.
આ સ્થાને પહેલાં પણ રાજાના અથરત્નનું હરણ કરેલ હતું. અને કોઈકે રાજા કે તેના સ્વજનને મારેલ હતો, તેમાંથી તે જ કોઈક છે, અથવા પૂર્વોક્ત કાર્યને કરવા માટે આવેલ છે. આવા પ્રકારની શંકા થાય.
વળી રાજકથાને સાંભળનાર ભક્ત ભોગી રાજાને પૂર્વસુખની સ્મૃતિ થાય તથા અભક્ત ભોગી અન્ય સાધુને નીયાણું કરવાનું મન થાય. અથવા દીક્ષાનો ત્યાગ કરે.
હવે ધર્મકથા (૧) આપણી - જે કથા વડે શ્રોતા મોહથી તત્ત્વ પ્રત્યે આકર્ષાય છે. તે આપણી
(૨) વિક્ષેપણી - જે કથા વડે શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં અથવા કુમાર્ગમાંથી સન્માર્ગમાં લઈ જવાય છે તે વિક્ષેપણી.
(૩) સંવેજની :- જે કથા સંવેગ-વૈરાગ્યને પ્રગટાવે. અથવા જે કથા વડે શ્રોતા સારી રીતે બોધ પામે. જે કથા વડે શ્રોતાને સંવેગ થાય, તથા સંવેગને પામે તે સંવેદની અથવા સંવેજની કથા.
(૪) નિર્વેદની - જે કથા વડે સંસાર વગેરેથી શ્રોતા ઉદાસીન કરાય છે તે નિર્વેદની કથા. આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદને આશ્રયીને પ્રથમ આપણી કથા છે. આચાર આક્ષેપણી - લોચ-અસ્નાન વગેરે આચરવાના પ્રકાશ વડે આચાર આપણી...
વ્યવહાર આક્ષેપણી :- કંઈક થયેલ દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત લક્ષણ જે કથન તે વ્યવહાર આપણી...
પ્રજ્ઞપ્તિ આપણી - સંશયને પ્રાપ્ત થયેલ શ્રોતાને મધુર વચનો વડે સમજાવવું તે પ્રજ્ઞપ્તિ આપણી.
દૃષ્ટિવાદ આક્ષેપણી :- શ્રોતાની અપેક્ષાએ નયને અનુસરીને જીવાદિ સૂક્ષ્મભાવનું જે કથન તે દૃષ્ટિ આપણી. અથવા આચાર વિગેરે ગ્રંથો ગ્રહણ કરાય છે.