________________
स्थानांगसूत्र
२१७
દેશ વિધિ કથા :- મગધાદિ દેશમાં વિધિ, રચના = મણિ અને ભૂમિકા વગેરેની રચના, અથવા અમુક દેશમાં પ્રથમ અમુક ભોજન ખવાય છે - તેવી અનેક દેશ સંબંધી વિધિની વાતો તે દેશ વિધિ કથા. આ રીતે બીજી કથાઓમાં પણ જાણવું.
દેશ વિકલ્પ કથા :- વિકલ્પ
ધાન્યાદિની ઉત્પત્તિ... અમુક દેશમાં ધાન્યની ઉત્પત્તિ, ગઢકૂવા વિગેરે દેવકુલ અને મહેલ વગેરેની જે કથા તે દેશ વિકલ્પ કથા.
દેશછંદ કથા ઃ- છંદ = ગમ્ય અને અગમ્યનો વિભાગ.
=
દા.ત. લાટ દેશમાં મામાની પુત્રી ગમ્ય-પરણવા યોગ્ય હોય છે, જ્યારે બીજા દેશમાં. પરણવા યોગ્ય નથી. આવી જે કથા તે દેશછંદ કથા.
--
દેશ નેપથ્ય :- ભિન્ન-ભિન્ન દેશના પહેરવેશની ચર્ચા. સ્ત્રી અને પુરૂષના સ્વાભાવિક વેષ અને શોભાના નિમિત્તરૂપ વેષ તેની જે કથા તે નેપથ્ય કથા.
દેશ કથાના દોષો :- દેશ કથા દ્વારા રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. પોતપોતાના પક્ષ તથા પર પક્ષ સંબંધી ક્લેશ થાય છે. દેશની પ્રશંસા સાંભળીને આકૃષ્ટ થવાથી અન્યનું તે દેશમાં ગમન થાય વિ. દોષો.
(૪) રાજ કથા ઃ- રાજ કથાના ચાર પ્રકાર - (૧) અતિયાન કથા (૨) નિર્વાણ કથા (૩) બલવાહન કથા તથા (૪) કોશ-કોષાગાર કથા.
(૧) અતિયાન કથા ઃ- રાજાનો નગરાદિકમાં પ્રવેશ, તેની જે કથા તે અતિયાન કથા.
દા.ત. શ્વેત હાથીના સ્કંધ ઉપર બેઠેલો, શ્વેત ચામરથી વીંઝાયેલો, શ્વેત છત્ર વડે ઢંકાયેલ આકાશવાળો અને મનુષ્યોના નયન કિરણો વડે ઉજ્જવલ થયેલ એવો આ રાજા નગરમાં પ્રવેશ કરે છે. આવા પ્રકારની વાત તે અતિયાન કથા.
(૨) નિર્વાણ કથા ઃ- રાજાની નગર બહાર નીકળવારૂપ પ્રયાણ રૂપ કથા તે નિર્માણ કથા.
વાજિંત્રો વાગતે છતે, મોટા અવાજે ભાટ ચારણો બિરૂદાવલી બોલે છતે, સામંતો સહિત, ક્ષોભ પામેલ સૈનિકો સહિત, ધારણ કર્યા છે રાજ ચિહ્નો જેમણે તેવા રાજા નગરની બહાર નીકળે છે. અથવા યુદ્ધ વિજય આદિ માટે પ્રયાણ કરે છે.
આવા પ્રકારની વાત તે નિર્માણ કથા.
(૩) બલવાહન કથા ઃ- બલ =
તે બલવાહન કથા.
હાથી વિગેરે... વાહન = અશ્વ વિગેરે વાહન. તેની જે કથા
દા.ત. લાખો ઘોડાઓના હણ-હણાટ શબ્દવાળું, લાખો હાથીઓના ગર્જા૨વવાળું, લાખો રથના ઘણઘણાટવાળું અને શત્રુના લશ્કરનો નાશ કરનારું આવું સૈન્ય શું બીજા કોઈ રાજાનું છે ?