SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ अथ स्थानमुक्तासरिका રૂપ કથા - વત્રા સોનાક્ષી સીઃ પીન નેતની I fકં તારી નો મતા,સાડચ ટેવાનામપિ હુર્તમાં || ચંદ્ર જેવા મુખવાળી, કમલ જેવા નેત્રોવાળી, સારા વચનવાળી, પીન અને કઠણ સ્તનવાળી લાટ દેશની સ્ત્રી દેવોને પણ દુર્લભ છે, તો એવી સ્ત્રી શું આ પુરૂષને ઈષ્ટ નથી? - આ રીતે આંધ વગેરેમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓમાંથી કોઈપણ સ્ત્રીના રૂપની જે પ્રશંસાદિ તે રૂપ કથા. નેપથ્ય કથા - धिग्नारीरौदीच्या बहुवसनाच्छादिताङ्गलतिकत्वाद् । यद्यौवनं न यूनां, चक्षुर्मोदाय भवति सदा ॥ ઉત્તર દેશની સ્ત્રીઓને ધિક્કાર છે, કેમકે ઘણા વસ્ત્ર વડે ઢંકાયેલ શરીરરૂપ લતિકા હોવાથી જેનું યૌવન (સૌંદય) યુવાન પુરૂષોની આંખને હંમેશા આનંદ માટે થતું નથી. આ રીતે તે સ્ત્રીઓમાંથી કોઈપણ એક સ્ત્રીના કચ્છાબંધ (કાછડી) વગેરે પહેરવાના વસ્ત્રની જે પ્રશંસાદિ તે નેપથ્ય કથા. સ્ત્રી કથાના દોષો :- સ્ત્રી કથા કરનારને પોતાને અને પરને મોહની ઉદીરણા થાય છે, લોકોમાં હેલના-નિંદા થાય છે. સૂત્ર વિગેરેની હાનિ થાય છે, બ્રહ્મચર્ય વ્રતની અગુપ્તિ-અરક્ષા થાય છે, અને પ્રસંગથી દોષો ગમન વિગેરે થાય છે. ભક્ત કથા:- ભોજન સંબંધી આવાપ-નિર્વાપ-આરંભ-પૂર્ણાહુતિ વિષયક કથા તે ભક્ત કથા. આવાપ કથા - રસોઈની ઘી-તેલ-શાક વિ. સામગ્રી તે આવાય આ રસવતીમાં આટલા ઘીશાક વગેરે ઉપયોગી થાય છે, આવા પ્રકારની કથા તે આવાપ કથા. નિર્વાપ કથા - આ રસવતીમાં આટલા પકવાન્ન અને અપક્વ અન્ન અથવા શાકનો ઉપયોગ થાય છે – આવી જે કથા તે નિર્વાપ કથા. આરંભ કથા :- આ રસવતીમાં અગ્નિ-પાણી આદિ અમુક પ્રમાણમાં જોઈએ એવી આરંભસમારંભ વાતો તે આરંભ કથા. નિષ્ઠાન કથા -સો-હજાર વગેરે સંખ્યક ધનને નિષ્ઠાન કહેવાય છે. આ રસવતીમાં આટલા રૂપિયાનો ખર્ચ - અમુક વ્યક્તિએ ભોજન સમારંભમાં આટલો ખર્ચ કર્યો વિ. કથા તે નિષ્ઠાન કથા. ભક્ત કથાના દોષો:- આહાર કર્યા વિના પણ આસક્તિ વડે અંગાર દોષ થાય છે, આ સાધુ જીતેન્દ્રિય નથી - પેટભરા છે એવો લોકોમાં અપવાદ થાય છે. અનુજ્ઞા દોષ (એષણાને ટાલી ન શકવારૂપ દોષ લાગે.) (૩) દેશ કથા - દેશ વિધિ, દેશ વિકલ્પ, દેશચ્છેદ તથા દેશનેપથ્ય સંબંધી કથા તે દેશ કથા.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy