________________
स्थानांगसूत्र
२१५
कथयित्वा सम्यग्वादस्थापनमिति । इहपरलोकस्वपरशरीराश्रयेण संवेदनी, तत्रेहलोको मनुष्यजन्म, सर्वमिदं मानुषत्वमसारमध्रुवं कदलीस्तम्भसमानमित्यादिरूपतया तत्स्वरू संवेगोत्पादनम्, देवा अपीर्ष्याविषादभयवियोगादिदुः खैरभिभूताः किं पुनस्तिर्यगादय इति देवादिभवस्वरूपकथनरूपा परलोकसंवेदनी, यदेतदस्मदीयं शरीरं तदशुच्यशुचिकारणजातमशुचिद्वारविनिर्गतमिति न प्रतिबन्धस्थानमित्यादिकथनरूपाऽऽत्मशरीरसंवेदनी कथा । एवं परशरीरसंवेदन्यपि भाव्या । इहलोके दुश्चीर्णानि कर्माणीहलोके दुःखफलविपाकयुतानि भवन्ति, कानिचित् परलोके दुःखानुभवयुतानि च परलोके दुश्चीर्णानि चेहलोके दुःखफलविपाकसंयुक्तानि कानिचिच्च परलोक इति व्यावर्णनं निर्वेदनी कथा एवं सुचीर्णकर्माश्रयेणापि चतुर्भङ्गो वाच्यः ॥१०४॥
વચનનું સ્વરૂપ કહેવા માટે ‘વિકથા-કથા’ પ્રકરણને કહેવાય છે.
વિકથા ચાર પ્રકારે છે - (૧) સ્રી કથા (૨) ભક્ત કથા (૩) દેશ કથા તથા (૪) રાજ કથા. ધર્મકથાના ચાર પ્રકાર - (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) સંવેદની તથા (૪) નિર્વેદની. વિકથા - સંયમને બાધક જે હોય તે વિકથા... વચનની રીતિ તે વિકથા... તેમાં - સ્ત્રીઓની અથવા સ્રી વિષયક જે કથા તે સ્રી કથા, ભોજન સંબંધી કથા તે ભક્ત કથા, દેશ સંબંધી જે કથા તે દેશ કથા, રાજા સંબંધી જે કથા તે રાજ કથા.
(૧) સ્રી કથા ચાર પ્રકારની છે. (૧) જાતિ વિષયક (૨) કુલ વિષયક (૩) રૂપ વિષયક તથા (૪) નેપથ્ય વિષયક.
જાતિ કથા - બ્રાહ્મણી વિગેરેમાંથી કોઈપણ એકની પ્રશંસા અથવા નિંદા કરાય તે જાતિ કથા. દા.ત. ધિક્ બ્રાહ્મળીધવામાવે, યા નીવન્તિ મૃતા વ । ધન્યા મન્યે નને શૂદ્રી:, પતિ लक्षेऽप्यनिंदिताः।
પતિના અભાવે જે બ્રાહ્મણી મરેલાની જેમ જીવે છે તેને ધિક્કાર છે, અમે મનુષ્યમાં શુદ્ર સ્ત્રીઓને ધન્ય માનીએ છીએ કે જે લાખ પતિ કર્યા છતાં પણ અનિંદિત છે.
કુલ કથા - અહો વૌતુલ્યપુત્રીનાં, સાહસં ગાતોઽધિમ્ । પત્યુનૃત્યૌ વિશન્યનો યા: પ્રેમરહિતા પિ॥
અહો જગતમાં ચૌલુક્ય વંશની પુત્રીઓનું સાહસ અધિક છે, પતિનું મરણ થયે છતે જે સ્ત્રીઓ પ્રેમરહિત છે તો પણ અગ્નિમાં પ્રવેશ કરે છે.
આ રીતે ઉગ્રકુલ વિગેરેમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈપણ સ્ત્રીની જે પ્રશંસાદિ કરાય છે તે કુલકથા.