SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ २१० अथ स्थानमुक्तासरिका વસ્તુ... તેનાથી નિવૃત્તિ... આ પક્ષમાં મૈથુનનો પરિગ્રહમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે ગ્રહણ ન કરાયેલી સ્ત્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પ્રાણાતિપાતાદિનું ચતુર્વિધત્વ હોવાથી ધર્મની ચતુર્યામતા - ચાર મહાવ્રતસ્વરૂપ છે. અહીં આ ભાવના છે. મધ્યના બાવીશ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા તથા અંતિમ તીર્થકરની પાંચ મહાવ્રતરૂપી ધર્મની પ્રરૂપણા શિષ્યોની અપેક્ષાએ છે, પરમાર્થથી તો બંનેની પાંચ મહાવ્રતની પ્રરૂપણા છે. કારણ કે પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં સાધુઓ ઋજુ-જડ તથા વક્ર-જડ હોય છે તે કારણથી તત્ત્વથી તો પરિગ્રહ વર્શનીય છે એમ ઉપદેશ કરે છતે મૈથુનને ત્યજી દેવું જોઈએ એમ જાણવા માટે તથા પાલન કરવા માટે તેઓ સમર્થ થતા નથી. મધ્યમના બાવીશ તીર્થંકરના સાધુઓ તથા મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં સાધુઓ ઋજુ અને પ્રાણ હોવાથી મૈથુનને જાણવા માટે તેમજ ત્યજવા માટે સમર્થ થાય છે. II૧૦Oા हिंसादिभ्योऽनुपरतोपरतानां दुर्गतिसुगती भवत इति तद्भेदानाह नैरयिकतिर्यग्योनिकमनुष्यदेवभेदा दुर्गतिः, सिद्धदेवमनुजसुकुलप्रत्यायातिभेदा સુતિઃ ૨૦શા नैरयिकेति, स्पष्टं निन्दितमनुष्यापेक्षया मनुष्यदुर्गतिः, किल्बिषिकाद्यपेक्षया देवदुर्गतिः, देवकुलादौ गत्वा सुकुले इक्ष्वाक्वादौ प्रत्यायातिः प्रत्यागमनं सुकुलप्रत्यायातिः, इयञ्च तीर्थकरादीनामेवेति मनुष्यसुगतेोंगभूमिजादिमनुष्यत्वरूपाया भिद्यते ॥१०१॥ હિંસા વિગેરેથી નહીં અટકેલા તથા અટકેલાઓની જે દુર્ગતિ તથા સુગતિ થાય છે તેથી તેના ભેદ જણાવે છે. નૈરયિકેતિ, નૈરયિક દુર્ગતિ, તિર્યંચ યોનિક દુર્ગતિ, મનુષ્ય દુર્ગતિ અને દેવ દુર્ગતિ આ ચાર પ્રકારની દુર્ગતિ છે, અને સિદ્ધ સુગતિ, દેવ સુગતિ, મનુષ્ય સુગતિ તથા સુકુલ ઉત્પત્તિના ભેદથી ચાર પ્રકારે સુગતિ છે. નિંદિત મનુષ્યની અપેક્ષાએ મનુષ્ય દુર્ગતિ. કિલ્બિષિક આદિ દેવોની અપેક્ષાએ દેવ દુર્ગતિ... દેવલોકમાં જઈને ઈક્વાકુ વિગેરે સુકુલમાં આવવું અથવા પ્રત્યાયાતિ = જન્મ લેવો... આ તીર્થકરો વિગેરેને હોય છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy